બજેટમાં રોડ બનાવવા ૧૨૦૦ કરોડ ફાળવેલ હોવા છતાં નેશનલ કલીન એર પ્રોગ્રામની ગ્રાન્ટ પૈકી રૂા. ૫૯ કરોડ રોડના કોન્ટ્રાકટરોના લાભાર્થે રોડ બનાવવા માટે ખર્ચ કરવા બાબતે કોંગ્રેસનો વિરોધ

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ

અમદાવાદ

હેલ્થ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપના સત્તાધીશો હવા શુધ્ધ કરવાના નામે રૂા. ૧૧૪.૨૯ કરોડની રકમ પૈકી ૫૯.૨૯ કરોડની રકમ માત્ર રોડ બનાવવા માટેનો ખર્ચ કરવાની મંજુરી આપવા બાબતનું કામ લઇને આવેલ છે હાલ મ્યુ.કોર્પોના સને ૨૦૨૩-૨૪ના બજેટમાં ૧૨૦૦ કરોડથી પણ વધુ રકમનું બજેટ રોડ માટે ફાળવવામાં આવતું હોવા છતાં એર પોલ્યુશન ઓછું કરવા માટે ફાળવેલ બજેટ રોડ બનાવવા માટે કેમ વાપરી શકાય ? માત્ર રોડના કોન્ટ્રાકટરોના લાભાર્થે આ રકમ વાપરવામાં આવે છે ખરેખર તો રોડ બનાવવાના કામમાં પણ વોલ ટુ વોલ રોડ તથા એન્ડ ટુ એન્ડ રોડ બનાવવા જેવા કામો સામેલ જ હોય છે ત્યારે ખરેખર જો ભાજપના સત્તાધીશો અમદાવાદ શહેરની પ્રજાને શુદ્ધ હવા આપવા માંગતાં હો તો એર પોલ્યુશન ઓછું કરવાની જરૂરી નક્કર કાર્યવાહી કરવી જોઇએ છેલ્લા વર્ષનો અમદાવાદ શહેરનો એર કવોલીટી સરેરાશ ઇન્ડેક્ષ ૧૩૦ થી ૧૪૦ રહેવા પામેલ છે જેથી એર કવોલીટી ઇન્ડેક્ષમાં કોઇ મહત્તમ સુધારો નથી થયો અને રકમ વેડફાઇ જવા પામેલ છે અમદાવાદ શહે૨નો એર કવોલીટી ઇન્ડેક્ષમાં સુધારો થાય તે માટે નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત ૨૦૨૩- ૨૪ માટે મળેલ રૂા.૧૧૪.૨૯ કરોડ ગ્રાન્ટની રકમ માત્ર ને માત્ર એર પોલ્યુશન ઓછું કરવા પાછળ જ વાપરી એર કવોલીટી ઇન્ડેક્ષમાં મહત્તમ સુધારો થાય તેવા કામો માટે ખર્ચ કરવામાં આવે તેવી અમારી માંગણી છે,અમદાવાદ શહે૨માં એર પોલ્યુશન ઓછું કરવા બાબતના કામોમાં આ રકમ ખર્ચ કરવી જોઇએ તેની બદલે તે રકમ અન્યત્ર વાપરી એર કવોલીટી સુધારી શકાશે નહી શહેરમાં એર પોલ્યુશન ઓછું કરવા માટે ફાળવેલ નાણાં અન્ય કામોમાં વાપરી નાખવામાં આવે છે જેને કારણે એર પોલ્યુશન વધતું જાય છે કેન્દ્ર સ૨કા૨ દ્વારા નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરને જે ગ્રાન્ટ આપવામાં આવી હતી જેની ગાઇડલાઇન મુજબ માપદંડ નક્કી કરવામા આવેલ છે (૧) એર પોલ્યુશન બાબતે જવાબદાર સ્ત્રોત શોધવા (૨) એર પોલ્યુશન ઓછું કરવાના ઉપાયો શોધવા (૩) એર પોલ્યુશન ઓછું થયું કે નહી તે નિયમિત ચેક કરવું (૪) પીરાણા ખાતે કચરાનો ડુંગર દુર કરવા વિ. બાબતે તેની કોઇ નક્કર કામગીરી થતી જ નથી જેને કા૨ણે એર કવોલીટી ઇન્ડેક્ષ દિનપ્રતિદિન ઉંચો જતો જાય છે એર કવોલીટી ઇન્ડેક્ષમાં અમદાવાદ શહેર હાલ દેશના અગ્રિમ ૫૦ શહેરોમાં પણ નથી જેથી આ કામ પરત કરી પુરેપુરી રકમ માત્ર ને માત્ર એર કવોલીટી સુધા૨વા માટે જ વપરાય તેવી અમારી માંગણી છે અન્યથા આ કામ બાબતે અમારો સ્પષ્ટ વિરોધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com