અમદાવાદ ,ગાંધીનગર,મહેસાણા તથા રાજસ્થાનના ફલોદી શહેરમાંથી બુલેટો તેમજ મોટર સાયકલોની ચોરી કરનાર આંતર રાજ્યના વ્યકિતને કુલ કિંમત રૂ.૪,૮૫,૦૦૦ ની મત્તાના વાહનો સાથે ઝડપી પાડી વાહન ચોરીના કુલ-૧૨ ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. કે.એસ.સિસોદીયા સાથેના અ.હેડ કોન્સ. સંજયકુમાર ઘાસીરામ તથા અ.પો.કોન્સ. જીતેન્દ્રસિંહ ધીરસંગભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે અ.હેડ કોન્સ. સુરેશભાઇ જીવણભાઇ, અ.હેડ કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહ, અ.હેડ કોન્સ. ત્રીપાલસિંહ રઘુવિરસિંહ, અહંક કોન્સ. મુકેશભાઇ રામાભાઇ, તથા અ.પો.કોન્સ. હર્ષદસિંહ ગંભીરસિંહ દ્વારા વાહન ચોરી કરતા આરોપી દિનેશ ટીકુરામ પરીહાર (માળી),ઉ.વ.૨૩, ૨હે. સી/૯, ભવનાથ સોસાયટી, ક્રિષ્નારામ સુથારના મકાનમાં, ડમરૂ સર્કલ પાસે, ચાણક્યપુરી, ઘાટલોડીયા, અમદાવાદ શહેર. મુળ રહે. ગામઃબીરઇ, ઉજલો કા બાસ ગલી, તા. ભોપાલગઢ, જી.જોઘપુર, રાજસ્થાનને ઘાટલોડીયા, ચાણક્યપુરી, ડમરૂ સર્કલ પાસેથી તા.૧૨/૦૯/૨૩ ના રોજ ઝડપી લીધેલ છે.

આરોપી વિરૂધ્ધ સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરવામાં આવેલ છે.આરોપી પાસેથી નીચે મુજબના વાહનો તથા અન્ય ચિજવસ્તુ કબ્જે કરવામાં આવેલ છે.

(૧) રોયલ ઇનફિલ્ડ બુલેટ કિંમત રૂ.૧,૦૦,૦૦/- (૨) હોન્ડા સાઇન મોટર સાયકલ કિંમત રૂ.GJ-09-CP-4511 કિંમત રૂ.૨૫,૦૦૦/-

(૩) હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ-02-CF-6459 રૂ.૨૫,૦૦૦/-

(૪) હિરો સ્પ્લેન્ડર મોટર સાઇકલ નં.GJ-02-CF-5562 કિંમત રૂ.૨૫,૦૦૦/-

(૫) બજાજ પલ્સર મોટર સાયકલ કિંમત રૂ.૫૦,૦૦૦/-

(૬) રોયલ ઇનફિલ્ડ બુલેટ મોટર સાઇકલ કિંમત રૂ.૧૦,૦૦૦/-

(૭) બજાજ પલ્સર મોટર સાયકલ કિંમત રૂ.૫૦,૦૦૦/-

(૮) રોયલ ઇનફિલ્ડ બુલેટ કિંમત રૂ.૧,૫૦,૦૦૦/-

(૯) બુલેટની ચાવી નંગ-૦૩ કિંમત રૂ.૦૦/ –

(૧૦) વાદળી કલરના હાથા વાળું એલ.એન.કી. પાનું નંગ-૦૧ કિંમત રૂ.૦૦/- (૧૧) મોટર સાયકલની ચાવી નંગ-૦૪ કિંમત રૂ.૦૦/-

(૧૨) મેમો નંગ-૦૧ મળી કુલ કિંમત રૂ.૪,૮૫,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ.

આરોપી અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. નવી બનતી ફ્લેટોની સ્કીમમાં પગાર ઉપર મિસ્ત્રી કામ કરે છે. આ વખતે તેનો મિત્ર હિંમતસિંહ હુકમસિંહ રૂપાવત (રાઠોડ), રહે. ગામ પાબુનગર, મુંઝાસર મોરીયા, તા.આઉ, જી. ફલોદી, રાજસ્થાનનો પણ અમદાવાદ ખાતે ફરવા માટે આવેલ. પરંતુ અમદાવાદમાં ફરવા માટે આરોપી પાસે મોટર સાયકલ ન હોય જેથી તેણે તથા તેના મિત્ર હિંમતસિંહ રૂપાવતએ ભેગા મળી એક ટુ વ્હિલર વાહનની ચોરી કરવાનું વિચારેલ અને તેઓ બંને જણાએ કારંજ વિસ્તારમાંથી એક મોટર સાયકલની ચોરી કરેલ હતી. ત્યાર બાદ આ મોટર સાયકલમાં બંને જણા અમદાવાદ શહેર વિસ્તારમાં ફરેલ અને તે મોટર સાયકલ હિંમતસિંહ લઇ રાજસ્થાન ખાતે જતો રહેલ.

જેથી ઉપરોક્ત આરોપી પાસે ફરવા માટે મોટર સાયકલ ન હોય જેથી તેણે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરના અડાલજ ખાતે અલગ અલગ જગ્યાઓથી વાહનો ચોરી કરવાનું ચાલુ કરેલ.ને તે વાહનનું લોક તોડી તેઓની પાસેના વાદળી કલરના હાથા વાળા એલ.એન.કી. પાના વડે ચાલુ કરી અમદાવાદ શહેર વિસ્તારમાં ફરવા માટે ઉપયોગ કરતો હતો. તેમજ રાજસ્થાન ખાતે તેના વતન જવા માટે પણ ઉપયોગ કરતો હતો. તેમજ જ્યારે એક વાહનનો શોખ પુરો થઇ જાય ત્યારે તે વાહન કોઇ જણ જગ્યાએ પાર્ક કરી અન્ય વાહન ચોરી કરી તેનો ઉપયોગ કરતો હતો. આ રીતે આરોપીએ ઉપરોક્ત મુજબના મોટર સાયકલોની ચોરીઓ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com