રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવાશે : ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી

Spread the love

ગૃહ રાજ્યમંત્રીએ વિડિયો કોન્ફરન્સ યોજીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપી સૂચના : સ્પેશિયલ ડ્રાઇવમાં એક જ દિવસમાં ૮૫૧ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા : ૧૫૨ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૧૦૩ એફઆઈઆર નોંધવામાં આવી : ૧૦૫ આરોપીઓની ધરપકડ: ૨૭ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરાઇ

અમદાવાદ

રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એક જ દિવસમાં ૮૫૧ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં રાજ્યભરમાંથી ૧૫૨ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૧૦૩ એફઆઈઆર નોંધવામાં આવી છે. ૧૫૨ આરોપીઓ પૈકી ૧૦૫ આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા ૨૭ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તા.૧૭ ઓક્ટોબરના રોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા તમામ પોલીસ અધીક્ષકશ્રીઓ/રેન્જ અધિકારીશ્રીઓ/પોલીસ કમિશનરશ્રીઓ/સંયુક્ત પોલીસ કમિશનરશ્રીઓ તથા નાયબ પોલીસ કમિશનરશ્રીઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે સમગ્ર રાજ્યમાં તા.૧૮ ઓક્ટોબરથી આવા શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com