આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં, ગાંધીનગરથી અમદાવાદ સુધી ક્યા રોડ બંધ?… વાંચો

Spread the love

અમદાવાદના મોટેરા ખાતે નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજનાર છે. જે અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવનાર હોવાથી કાયદો – વ્યવસ્થાન અને ટ્રાફિકને ધ્યાને રાખી આવતીકાલ તા. 19 અને 20 મી નવેમ્બરે એમ બે દિવસ સેકટર- 30 સર્કલથી ઇન્દ્રોડા સર્કલ સુધીનો “જ” રોડ તમામ વાહન વ્યવહાર માટે પ્રતિબંધ લાદી દેવાયો છે. ઉપરાંત ઈંદ્રોડાથી વૈષ્ણોદેવી સર્કલ સુધી આવતાં બંન્ને માર્ગનાં 50 મીટર અંતર કાપીને સુધીના વિસ્તારને નોપાર્કિંગ ઝોન તરીકે અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડીને જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ આવતીકાલે યોજાનાર છે. જે અન્વયે વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ મેચ નિહાળવા માટે ખાસ આવી રહ્યા છે. જેનાં માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન ગાંધીનગર રાજભવન ખાતેના કાર્યક્રમમાં પણ ઉપસ્થિતિ રહેનાર છે.

વડાપ્રધાન ઝેડ પ્લસ એસ.પી.જી.સુરક્ષા કેટેગરી ધરાવતા હોવાથી સલામતીને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફીક પાર્કીંગ વ્યવસ્થા જાળવવા અર્થે ગાંધીનગર અધિક કલેકટર ભરત જોશીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી આવતીકાલે સવારે 12 કલાકથી તા. 20 નવેમ્બરની સવાર 10 વાગ્યા સુધી સેકટર- 30 સર્કલથી ઇન્દ્રોડા સર્કલ સુધીનો “જ”રોડ તમામ વાહન વ્યવહાર માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેમાં એમ્બ્યુલન્સ, સ્કુલ વાહન, દુધ વાહન,બંદોબસ્ત ફરજ પરના વાહનને મુક્તિ આપવામાં આવી છે.

જે અન્વયે વૈકલ્પીક માર્ગ તરીકે બે દિવસ ઇન્દ્રોડા સર્કલથી ચ રોડ થઇ ઘ-0 રોડ થઇ વાહનો પ્રવેશી શકશે. તેમજ વાહનો સેકટર 30 સર્કલથી રોડ નં.7 તરફ થઇ પ્રવેશી શકશે. આ સિવાય ઇન્દ્રોડા સર્કલથી ઇન્દિરા બ્રીજ સુધી તથા ભાટ કોટેશ્વર ચોકડીથી મોટેરા તરફ જતાં શાંતિનિકેતન સ્કુલ સુધી આવતા-જતાં બંન્ને મુખ્ય માર્ગ તથા મુખ્ય માર્ગથી 50 મીટર અંતર સુધીનો તમામ વિસ્તાર, એપોલો સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી આવતા-જતાં બંન્ને મુખ્ય માર્ગ તથા મુખ્ય માર્ગથી 50 મીટર અંતર સુધીનો તમામ વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

બે દિવસ દરમ્યાન વડાપ્રધાન મોટરમાર્ગે અમદાવાદ એરપોર્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા રાજભવન ખાતે પધારશે અને મોટરમાર્ગે અમદાવાદ એરપોર્ટ જશે. વડાપ્રધાનની સલમાતીને ધ્યાને લઇ ગાંધીનગર ખાતેના ઉપરોકત વિસ્તારોમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઇક્રોલાઇટ એરક્રાફ્ટ,તેંગફ્લાઇડર પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલુન તથા પેરાજમ્પીંગ ચલાવવાની/ ઉડાડવાની પણ મનાઇ ફરમાવી દેવામાં આવી છે. જેનું ઉલ્લંઘન કરનાર સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com