ગાંધીનગરમાં ભાઈબીજનાં દિવસે તસ્કરો ત્રાટક્યા, લાભ પાંચમે ખબર પડી કે ઘરમાં બધું સફાચટ થઈ ગયું છે

Spread the love

ગાંધીનગરના સેકટર – 2/ડી માં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ બેડરૂમની તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ 45 હજાર રોકડ મળીને કુલ રૂ. 2 લાખ 64 ની ઘરફોડ ચોરીને અંજામ આપી સિફતપૂર્વક પલાયન થઈ જતાં સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં દિવાળીના તહેવારો દરમ્યાન પોલીસે મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. તેમ છતાં તસ્કરોએ સેકટર – 2/ડીનાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. ગાંધીનગર સેક્ટર – 2/ડી પ્લોટ નંબર – 1730/2 માં રહેતા 72 વર્ષીય ભાસ્કરન ગોપાલક્રિષ્ણન નાયર છેલ્લા 30 વર્ષથી પરિવાર સાથે રહે છે. જેઓ વર્ષ – 2009 માં સેક્ટર-18 મા આવેલ આંકડા બ્યુરોમાથી નિવૃત્ત થયા હતા. છુ. ગત તા. 15 મી નવેમ્બર ભાઈબીજના રોજ ભાસ્કરન નાયરને પરિવાર સાથે દ્વારકા સોમનાથ ફરવા જવાનું હતું.

આથી આશરે સાડા સાતેક વાગે તેઓ પત્ની અને સરગાસણ સ્વાગત ફ્લેમિંગોમા રહેતા જમાઇ અનિષકુમાર, દિકરી દીવ્યા ઘરને લોક કરી ફરવા માટે ગયા હતા. અને 18 મીની રાત્રે પરત ઘરે આવ્યા હતા. ત્યારે મકાનનો મુખ્ય દરવાજો અર્ધ ખુલ્લી હાલતમાં જોઈ ચોંકી ઉઠયા હતા. દરવાજાનો નકુચો તથા ઇન્ટરલોક તુટેલ હાલતમાં હતું. બાદમાં તેમણે ઘરમાં જઈને તપાસ કરતાં બેડરૂમમા આવેલ લોખંડની તીજોરીના દરવાજા પણ તુટેલ હાલતમા હતા. અને સરસામાન વેરવિખેર હાલતમાં બેડ ઉપર પડ્યો હતો.

આથી તેમણે વધુ તપાસ કરતાં તિજોરીમાંથી રૂ. 1.56 લાખની સોનાની માળા, બે જોડ સોનાની સફેદ નંગ વાળી અને પાદડાની ડીઝાઇનવાળી બુટ્ટી એક ચાંદીનો કમળની ડીજાઈનવાળો સિક્કો તેમજ રોકડા 45 હજાર હજાર મળીને કુલ રૂ. 2 લાખ 64 હજારની મત્તા તસ્કરો ચોરીને ફરાર થઈ ગયાનું માલુમ પડયું હતું. આ અંગે જાણ થતાં સેકટર – 7 પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ડોગ સ્કવોડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com