રોહાનો કિલ્લો, જેમાં અલાદ્દીન ખિલજીનાં આતંકથી 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ સમાધી લીધી હતી

Spread the love

રોહાનો કિલ્લો કચ્છના તમામ કિલ્લાઓમાંનો એક ખાસ કિલ્લો માનવામાં આવે છે. આ કિલ્લો કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમા પર આવેલો છે. રોહાનો કિલ્લો ભુજથી 50 કિમીના અંતરે આવેલો છે. તેનો વિસ્તાર લગભગ 16 એકર છે અને તે મુખ્ય માર્ગ સાથે જોડાયેલ છે. તેની જમીન સપાટીથી 500 ફુટ અને સમુદ્ર સપાટીથી 800 ફુટ છે.

રોહા જાગીરનું મુખ્ય મથક અહીં આવેલું હતું. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું. પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી, તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે. રોહાની જાગીરમાં ૫૨ ગામોનો સમાવેશ થતો હતો. રાવ ખેંગારજી પ્રથમના ભાઇ સાહેબજીએ રોહા ગામની સ્થાપના કરી હતી અને તેઓ રાયસિંહજી ઝાલા સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. તેમના અનુગામી જીયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવઘણજી દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે.

મહત્વનું છે કે ગુજરાતમાં અનેક એવી ઐતિહાસિક વિરાસતો જોવા મળી જશે, જે આપણને કલાત્મક બનાવટની સાથોસાથ વિતી ગયેલા સમયની રહેણી કહેણી કેટલી સુંદર હતી તેના પૂરાવા આપે છે. કચ્છ જિલ્લામાં અનેક કિલ્લાઓ આવેલા છે. જે પોતાની અંદર અનેક ઇતિહાસને છૂપાવીને બેસેલો છે અને આ કિલ્લા વિશે ભાગ્યે જ આપણને ક્યાંય વાંચવા મળે છે. કચ્છના ભુજ નજીક આવેલા રોહા ફોર્ટ અદભુત, બેનમૂન કલા કારીગરીનો સંગ્રહ છે.

અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં અલાઉદ્દીન ખિલજીએ સુમરા કુળની આશરે એકસો વીસ રાજપૂત રાજકુમારીઓને આશ્રયની માંગ કરી હતી. યુધ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું. પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી, તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે.

ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે. અનેક ઇતિહાસને છૂપાવીને આ કિલ્લો બેસેલો છે જેને જાણવું જરૂરી છે. આજે કચ્છની સૌથી મોટી જાગીર નામશેષ રહી છે આપણી આવનારી પેઢીને આ પણ જોવા ના મળે.

આ કિલ્લાની સાથે ગુજરાતી સાહિત્યકારની અમર પ્રણયકથા જોડાયેલી છે. જેમ માંડૂના કિલ્લાની સાથે રાણી રૂપમતીની કથા છે, જેલસમેરની સાથે મુમલ અને મહેન્દ્રાની પ્રણયકથા છે એમ રોહાના કિલ્લા સાથે કવિ કલાપી અને શોભનાની વેદનાસભર પ્રણયકથા જોડાયેલી છે. સાહિત્યકારોને આ કથાની ખબર છે, પરંતુ કચ્છની મોટા ભાગની પ્રજાને જ એ ખબર નથી કે કલાપીના કવિ હૃદયના તાર રોહાના દરબારગઢમાં રણઝણ્યા હતા. જ્યાં તેઓ જમાઈ હતા. એક દર્દભરી દાસ્તાન પુસ્તકોનાં બંધ પાનાંઓ વચ્ચે સૂતેલી પડી છે.

રોહાની ભૂમિ એક નહીં, બે ભવ્ય વાર્તા સાચવી બેઠી છે. બીજી કહાની છે કચ્છના જાડેજા રાજપૂતોની ટેક અને વચનપાલનની. દિલ્લીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી સિંધની સુમરી કુંવરીઓ પાછળ પડ્યો અને સિંધમાંથી ભાગી છૂટેલી સુમરી કુંવરીઓને કચ્છના રાજવી જામ અબડાએ આશ્રય આપ્યો હતો. આથી અલાઉદ્દીન અને અબડાના લશ્કર વચ્ચે યુદ્ધ ખેલાયું, જેમાં સ્ત્રીઓના શીયળની રક્ષા માટે જામ અબડો વીરગતિને પામ્યો. એ પછી ૧૨૦ સુમરી કુંવરીઓએ અત્યારે જે કિલ્લો આવેલો છે એ રોહા ગામમાં સમા‌‌ધિ ‌‌લઈ લીધી એટલે આ ગામને રોહા સુમરી તરીકે પણ ઓળખાય છે.

ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે. જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ જેવી અમર ગઝલ રચી જનાર સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કવિ કલાપી કચ્છની રોહા જાગીરના જમાઈ હતા. અહીંની હવામાંથી જ તેમની કવિતા દર્દીલી બની. શોભના નામનું જીવંત પાત્ર અહીં જ તેમના જીવનમાં પ્રવેશ્યું. રોહાના ડુંગર પર ઊભેલા જે દરબારગઢના ઝરુખામાં બેસીને કલાપીને કાવ્યો સ્ફૂર્યાં હશે, એ જગ્યા હજી પણ કવિની યાદમાં આંસુ સારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com