અમદાવાદ
દેશભરમાં ગરીબ, વંચિત અને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાના ઉમદા ધ્યેય સાથે દેશભરમાં ‘સરકાર આપના દ્વાર’ સૂત્ર સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ચાલી રહી છે ત્યારે આજે જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના ભાત તથા મોટા છાપરા ગામે વિકસિત ભારત રથ પહોંચ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરી અમીન ઉપસ્થિત રહ્યા હતા.દસ્ક્રોઈ તાલુકાના ભાત તથા મોટા છાપરા ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના, ખેતીવાડી યોજના જેવી અનેક યોજનાઓ વિશે માહિતગાર કરી લાભો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા.આ પ્રસંગે પોતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થી તથા મહિલાઓનું સન્માન કરાયું હતું.’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના આ પ્રસંગે લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની યોજનાઓના મળતા લાભ વિશે સકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી તથા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ધનાળા ગામ ખાતે પહોંચ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે, આ જનકલ્યાણકારી યોજનાઓનો અંગે લોકોમાં જાગૃતિ ફેલાય અને લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચાડવાના લક્ષ્યાંક સાથે સમગ્ર દેશભરમાં 25 જાન્યુઆરી, 2024 સુધી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.ધોલેરા તાલુકામાં કેન્દ્ર સરકારની યોજનાઓ અંતર્ગત લક્ષ્ય સિદ્ધિ થાય તે હેતુ સાથે લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ યોજના, મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, ઉજ્જવલા યોજના, ટીબી નિદાન કેમ્પ, આરોગ્ય વિભાગ જેવા સરકારના અલગ અલગ વિભાગોના સ્ટોલ લગાવી ગામના લોકોને આ યોજનાઓ અને તેના લાભ લેવા અંગેની વિગતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર અમદાવાદ જિલ્લામાં 25 જાન્યુઆરી, 2024 સુધી વિવિધ તાલુકાઓમાં ફરીને વિકસિત ભારત રથો કેન્દ્ર સરકારની 17 જેટલી યોજનાઓની વિગતો, તેના લાભો, તેના પોર્ટલ કે નોંધણી અંગેની વિગતો લોકો સુધી પહોંચાડશે.કેન્દ્ર સરકાર દ્વારા જનકલ્યાણકારી યોજનાઓનો અંગે જાગૃતિ લાવવા તથા લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભ પહોંચાડવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરાયું છે.ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ચાલી રહી છે ત્યારે આજે જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા શેખડી ગામે વિકસિત ભારત રથ પહોંચ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.ધોળકા તાલુકાના રનોડા શેખડી ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના, ખેતીવાડી યોજના જેવી અનેક યોજનાઓ વિશે માહિતગાર કરી લાભો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા.’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના આ પ્રસંગે લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની યોજનાઓના મળતા લાભ વિશે સકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, ધોળકા તાલુકાના પંચાયતના પ્રમુખશ્રી, ધોળકા મામલતદાર શ્રી પ્રીતિબેન પટેલ, ધોળકા તાલુકા વિકાસ અધિકારી શ્રી બી.બી. પરમાર તથા સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.