“ગુજરાત રાજ્યની નવેમ્બર ૨૦૨૩માં જીએસટી હેઠળની આવક ૨૪% વધી ₹ ૫૬૦૦ કરોડને પાર”

Spread the love

અમદાવાદ

ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે નવેમ્બર-૨૦૨૩ દરમ્યાન ₹ ૫,૬૬૯ કરોડની આવક થયેલ છે, જે ગત વર્ષના નવેમ્બર માસની આવક ₹ ૪,૫૫૪ કરતાં ૨૪% વધુ છે.ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી હેઠળની આવક સાતમી વખત ₹ ૫૦૦૦ કરોડને પાર રહેલ છે.નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રથમ ૮ માસમાં રાજ્યને એસજીએસટી અને આઈજીએસટી સેટલમેન્ટ થકી કુલ ₹ ૪૧,૯૮૯ કરોડની આવક થયેલ છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં ₹ ૬,૨૬૪ કરોડ (૧૮%) વધુ છે.નવેમ્બર-૨૦૨૩ દરમ્યાન રાજ્યને વેટ હેઠળ ₹ ૨,૯૦૧ કરોડની આવક થયેલ છે.આમ, રાજ્યને નવેમ્બર-૨૦૨૩ ના માસ દરમ્યાન જીએસટી અને વેટ હેઠળ કુલ ₹ ૮,૫૭૦ કરોડની આવક થયેલ છે. ચાલુ નાણાકીય વર્ષમાં નવેમ્બર માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ ₹ ૭૨,૯૬૬ કરોડની આવક થયેલ છે, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંકના ૭૦% છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com