શું મ્યુ.કોર્પોના મોટા લોકોને તોતિંગ પગાર માત્ર સત્તાધારી પક્ષને વહાલાં થવા અને ફાઈલોમાં સહી કરવા માટે જ ચૂકવાય છે?: કૉંગ્રેસ

Spread the love

AMC વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ

અમદાવાદ

સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામ તરીકે મંજુરી માટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતાં કહયું કે અમદાવાદ મ્યુ.કોર્પોના ભાજપના સત્તાધીશો જેને ડ્રીમ પ્રોજેકટ જણાવે છે તેવા ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના કામો જે અંદાજે ૧૨૦૦ કરોડના કામો છે. તે કામોના સુપરવીઝન કરવા માટે સ્માર્ટ સીટી અમદાવાદ મ્યુ.કોર્પોરેશન પાસે પુરતો સ્ટાફ જ નથી જેને કારણે મ્યુ.કોર્પો તે કામોનું સુપરવીઝન કરવા સક્ષમ નથી જેને લઈને પી.એમ.સી એજન્સી તરીકે એચ.સી.પી. ડીઝાઈન પ્લાનીગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લી.ને માત્ર સુપરવીઝન કરવા માટે રૂા. ૧૨.૦૦ કરોડનું કામ ટેન્ડરીગ પ્રક્રિયા કર્યા વગર બારોબાર પધરાવી દેવાનું કામ ભાજપના સત્તાધીશોના અંગુલીનિદેશ દ્વારા તંત્ર દ્વારા મુકવામાં આવેલ છે.ખરેખર તો તંત્ર પાસે અધિકારીઓ અને કર્મચારીઓની મોટી ફોજ છે ત્યારે અધિકારીઓને સત્તાધારી પક્ષને વહાલાં કેમ થવું અને માત્ર ફાઈલોમાં સહી કરવાનું કામ હોય તેમ જણાઈ રહયું છે હાટકેશ્વર બ્રિજના કામમાં પણ પી.એમ.સી. એજન્સી હતી તો પણ ભષ્ટ્રાચાર અને ગેરરીતી કેમ થઈ ? અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે,૧૨૦૦ કરોડ ના માતબર ખર્ચે થનાર ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના કુલ કામના ૧.૦ % ના મુજબ રૂા.૧૨.૦૦ કરોડનું ડીઝાઈન કન્સલટન્ટ તરીકે કામ મલ્ટી મીડીયા કન્સલટન્ટને આપવામાં આવેલ છે. જે વિવાદીત ભુતકાળ ધરાવે છે હવે તે કામના સુપરવીઝન કરવા પી.એમ.સી. એજન્સી તરીકે નું કામ બારોબાર આપી તંત્ર તથા ભાજપના સત્તાધીશો શું સાબિત કરવા માંગે છે જે સ્વયં સ્પષ્ટ થઈ જાય છે.મોટા પ્રોજેકટોના કામમાં કોન્ટ્રાકટર-કન્સલટન્ટ-પી,એમ.સી તથા તંત્રના અધિકારીઓની મીલીભગતને કારણે ભષ્ટ્રાચાર વકરતો જાય છે ગેરરીતી વધતી જાય છે જે નરી વાસ્તવિકતા છે પ્રોજેકટના કામો પાછળ કન્સલટન્ટ તથા પી.એમ.સી માટે દર વર્ષે કરોડો રૂા. નો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં કામ સમયસર પુરા ના થવા, કામની ગુણવત્તા હલકી કક્ષાની થવી, ગેરરીતી તથા ભષ્ટ્રાચાર થવો જેવી વિ. બાબતે મ્યુ. કોર્પોને વધુ આર્થિક ભારણ ઉઠાવવું પડે છે જેને લઈને મ્યુ.કોર્પોનું આગવું કન્સલટન્ટ યુનીટ તથા કવોલીટી કંટ્રોલ યુનીટ બનાવવા વારંવાર માંગણી કરેલ હોવા છતાં ભાજપના સત્તાધીશો તથા તંત્રના અધિકારીઓ પોતાની મનમાની કરી ભષ્ટ્રાચાર આચરવા ધનસંચય કરવા મોકળું મેદાન મળી રહે તેવા હીન આશય થી આ બાબતે કોઈ કાર્યવાહી કરતાં નથી બીજી તરફ ડે.મ્યુ.કમિશ્રી-એન્જી તથા લોકપાલની નિમણુંક કરવા બાબતે પણ તેઓની ઇચ્છાશક્તિ જ નથી જેથી સરવાળે સત્તાધારી પક્ષ અને તંત્રના અધિકારીઓને તેઓ વધુ ને વધુ ભષ્ટ્રાચાર કેમ આચરી શકાય તેમાં જ રસ છે શું મ્યુ.કોર્પોના મોટા હાથીઓને તોતિંગ પગાર માત્ર સત્તાધારી પક્ષને વહાલાં થવા અને ફાઇલોમાં સહી કરવા જ માટે ચૂકવાય છે ખરેખર જો ભષ્ટ્રાચાર થતો અટકાવવો હોય તો મ્યુ.કોપોનું આગવું કન્ટલટન્ટ યુનીટ તથા કવોલીટી કંટ્રોલ યુનીટ બનાવવા તેમજ આ કામ પ્રજાના નાણાંનો ખોટો વ્યય અને ભષ્ટ્રાચાર પ્રેરિત હોઇ આ કામ પરત કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે અન્યથા આ કામ બાબતે અમારો વિરોધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com