અમદાવાદ
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી વાહન વ્યવહાર મંત્રીનાં વરદ હસ્તે નિગમના રાજ્ય વ્યાપી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવશે.કાર્યક્રમ નિગમની સ્વછતા અંગેની છબી સુધારવા તેમજ મુસાફર જનતા પણ આ કેમ્પેઇનનો ભાગ બને અને સ્વછતા કેમ્પેઇનનો સંદેશ મહત્તમ લોકો સુધી પહોંચાડે તે માટે મુખ્યત્વે પ્રચાર પ્રસારના માધ્યમ થી ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવાનું નિર્ધારેલ છે.ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા કેમ્પેઇનનો લોગો, જીંગલ તેમજ બસો અને બસ સ્ટેશનોની સ્વચ્છતા માટે કયું.આર. કોડ થકી પેસેન્જર ફિડબેક સિસ્ટમ નુ લોન્ચિંગ કરાશે.ગાંધીનગર બસ સ્ટેશન ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમજ અન્ય મહાનુભાવો દ્વારા બસો/બસ સ્ટેશનની સાફ સફાઇની કામગીરી કરવામાં આવશે. સાથોસાથ નિગમના તમામ બસ સ્ટેશનો ખાતે તા.૦૨/૧૨/૨૦૨૩ના રોજ માન. મંત્રીશ્રીઓ/ માન. સંસદસભ્ય / ધારાસભ્ય/ સ્થાનીક આગેવાનશ્રીઓ દ્વારા સ્વછતા અંગેની કામગીરી હાથ ધરાશે.સોશિયલ મીડિયા પર હેશટેગ(#) શુભ યાત્રા સ્વચ્છ યાત્રા હેઠળ એસ.ટી. નિગમ દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છતા કેમ્પેઇન કાર્યક્રમના પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવશે.નિગમના તમામ બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતા કેમ્પેઇન અંતર્ગત નીચે મુજબની એક્ટિવિટી સમગ્ર માસ દરમ્યાન કરવામાં આવશે.
પ્રથમ અઠવાડિયુ
નિગમની તમામ બસો તથા બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતાની કામગીરી.
નિગમના બસ સ્ટેશનો ખાતે સ્વછતા કેમ્પેઇન ને અનુરૂપ વિવિધ એન.જી.ઓ./ શાળાઓ/ કોલેજો ના સહયોગથી શેરી નાટકો થકી જન જાગૃતિ.
બીજું અડવાડિયું
નિગમના બસ સ્ટેશનો ખાતે સ્વછતા દોડનું આયોજન.
નિગમના બસ સ્ટેશનો ખાતે સ્વછતા ને લગતી વોલ પેઇન્ટિંગની કામગીરી સ્થાનીક શાળા/કોલેજોના વિધ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે, જેઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.નિગમના તમામ ડેપો બસ સ્ટેશન તેમજ વિભાગો અંતર્ગતની તમામ કચેરી ખાતે રેકોર્ડનું વર્ગીકરણ કરી ડી-રેકોર્ડના નિકાલની કામગીરી કરાશે.
ત્રીજું અડવાડિયું
નિગમના તમામ ડેપો બસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ ની કામગીરી હાથ ધરાશે.
નિગમની બસો અને બસ સ્ટેશનો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સ્થાનીક એન.જી.ઓ/સંસ્થાઓના સહયોગથી ઝુંબેશ હાથ ધરાશે.
ચોથું અડવાડિયું
ઉપરોક્ત તમામ કામગીરી ચાલુ રાખવા ઉપરાંત નિગમના બસ સ્ટેશનો ખાતે રકતદાન શિબિરનું આયોજન.
મુસાફર જનતા દ્વારા કયું આર કોડ થકી આપવામાં આવેલ ફિડબેક મુજબ સાફ સફાઈની કામગીરીની સમીક્ષા.
સ્વછતા અભિયાન દરમ્યાન કરાયેલ કામગીરી નું ઇન્સ્પેક્શન અને ઇવેલ્યુશન.
વાહનોની કામગીરી…
એસ.ટી. નિગમની 1681 બસોમાં ડસ્ટબીન ફીટ કરવામાં આવેલ છે. આ સિવાય બાકી રહેતી અન્ય બસોમાં આગામી 10 દિવસમાં ડસ્ટબીન ફીટ કરવામાં આવનાર છે.
ડેન્ટીંગની જરૂરીયાતવાળા 541 વાહનોને 60 દિવસમાં દુરસ્ત કરવામાં આવશે.
કલર કામની જરૂરીયાતવાળા 516 વાહનોની આગામી 100 દિવસમાં કામગીરી પુર્ણ કરવામાં આવશે.
સીટની રીપેરીંગની જરૂરીયાતવાળા 482 વાહનોના રીપેરીંગની કામગીરી આગામી 15 દિવસમાં પુર્ણ કરવામાં આવશે.
બસ સ્ટેશનની કામગીરી…
રાજ્યના તમામ 262 બસ સ્ટેશનો ખાતે ટોઈલેટ બ્લોકના અપગ્રેડેશનની કામગીરી આગામી 100 દિવસમાં પુર્ણ કરવામાં આવશે.રાજયના 216 બસ સ્ટેશનો ખાતે મુસાફર બેઠક વ્યવસ્થા, વિકલાંગ વ્યક્તિઓ માટે રેલીંગ, રેમ્પ, કલર કામગીરી તેમજ સરકયુલેશન વિસ્તાર સહિત અપગ્રેડેશન/ નવિનીકરણની કામગીરી આગામી 100 દિવસમાં પુર્ણ કરવામાં આવશે. (13 નવિન બસ સ્ટેશનની કામગીરી પ્રગતિ હેઠળ, 33 સ્થળો ખાતે નવિન બસ સ્ટેશન આયોજન હેઠળ)50 સ્થળો ખાતે આર.ઓ. ટ્રીટેડ શુધ્ધ પાણીની સુવિધા આગામી 50 દિવસમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.