સિરપના રવાડે ઝૂમતું, ભમતું, લથડીયુ, ગુજરાત, મહેસાણા, પાટણ, ગાંધીનગરથી સીરપનો જથ્થો જપ્ત,

Spread the love

ગુજરાતમાં ૬ જેટલી વ્યક્તિઓના સીરપના કારણે મૃત્યુ પામ્યા, સીરપના નામે, નશાની બોટલોનું વેચાણ ગ્રામ્ય, તાલુકામાં પૂરઝડપે વેચાઈ રહ્યું છે, ત્યારે પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ ઊંઘતું ઝડપાયું છે, સીરપના નામે કારખાના અને ઘરે-ઘરે ગૃહ ઉદ્યોગ જેવો આયુર્વેદિકના નામે વેપલા શરૂ થઈ ગયા છે, ત્યારે યુવાધન વ્યસન કરવા સીરપની બોટલો ગટગટાવી જાય છે, ત્યારે સીરપના વ્યસનમાં લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ ઉદ્ભવી છે,

ય્ત્ન-૧૮ ખાતે ના પડ ઝુંડાલ ગામેથી નસાયુક્ત કેફી સીરપની ૧૪૯ બોટલો સાથે ઝબ્બે બાદ મહેસાણા પાટણ ખાતે પણ હજારોની સંખ્યામાં સીરપો પકડાઈ છે ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાંથી પોલીસે દરોડા પાડીને નશાયુક્ત સિરપો ઝડપી છે. ત્યારે પાટણના સમી તાલુકામાંથી શંકાસ્પદ હર્બલ સિરપનો જથ્થો પકડાયો છે. આ જથ્થો સમી તાલુકાનાં અનવરપુરા ગામેથી મકાનમાંથી ઝડપાયો હતો. ૫ હજારથી વધુ બોટલો ઝડપાઈ છે. જેની કિંમત આશરે રૂ. ૭ લાખ આંકવમાં આવી છે. આ સમગ્ર ઘટનાને પાટણ એસ.ઓ.જી. પોલીસે દરોડા પાડીને અંજામ આપ્યો હતો.

બનાસકાંઠાના ડીસાના ભીલડી પોલીસે ગેરકાયદે સિરપનો જથ્થો ઝડપાયો
બનાસકાંઠાના ડીસાના ભીલડી પોલીસે ગેરકાયદે સિરપનો જથ્થો ઝડપ્યો છે. ભીલડી ગામે અંજની પાર્લરના ગોડાઉનમાંથી એક હજાર ૯૦ જેટલી બોટલ સહિત એક લાખ ૪૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે..ગેરકાયદેસર રીતે લાયસન્સ, પરવાના કે આધાર પુરાવા વગર સિરપનો જથ્થો હોવાનુ જણાયુ હતુ. પોલીસે લાખોનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી.
જામનગર શહેરમાંથી પણ નશાકારક સિરપનો જ્થ્થો મળ્યો
જામનગર શહેરમાંથી પણ નશાકારક સિરપનો જ્થ્થો મળ્યો છે.દીપ પાન નામની દુકાનમાંથી હર્બલ ટોનિક પ્રોડક્ટના નામે વેચાણ કરાતા શંકાસ્પદ નશાયુક્ત કેફી પીણાનો જથ્થો સી ડિવિઝન પોલીસે ઝડ્યો છે. ૯૬ જેટલી બોટલ સાથે ૧૪ હજાર ૪૦૦નો મુદ્દામાલ ઝડપીને પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

અડાલજ ખાતે પોરગામમાં આવેલા પાર્લર પરથી સિરપ મળી આવી
અડાલજ ખાતે પોરગામમાં આવેલા પાર્લર પરથી સિરપ મળી આવી હતી.બે પાર્લર પરથી કુલ ૯૦ જેટલી બોટલ જપ્ત કરવામાં આવી હતી.આ ૯૦ બોટલમાં આયુર્વેદીક દવાના નામને અન્ય સીરપ હોવાનું સામે આવ્યું હતું.ગાંધીનગર પોલીસે બે આરોપી સાથે ૧૩ હજાર ૧૪૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

સુરતના વિવિધ મેડિકલ સ્ટોરમાં દરોડા પાડીને બે હજારથી વધુ સિરપ ઝડપાઈ
સુરત શહેરમાં પણ મેડિકલ સ્ટોર પર સુરત એસઓજી અને પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા.સુરત શહેરના અલગ અલગ મેડિકલ સ્ટોર પર દરોડા પાડી બે હજારથી વધુ નશાકારક સિરપ ઝડપી પાડી છે. જેઓ તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા હતા.ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી ૫ લોકોના મોત થયા છે. આ સમગ્ર કેસની તપાસમાં લાગેલી પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે, જેમાં એક ભાજપ નેતાનો પણ સમાવેશ થાય છે. ખેડા ન્ઝ્રમ્એ આ સમગ્ર મામલે બિલોદરાના વેપારી કિશોર સોઢા, કિશોરનો ભાઈ અને નડિયાદના યોગેશ સિંધીની અટકાયત કરી છે. કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા છે, તે નડિયાદ તાલુકા કોષાધ્યક્ષનો હોદ્દો ધરાવે છે.
સિરપ વેચનારા બચી નહીં શકેઃ મહેસાણામાં ૨૧૦ ઠેકાણાઓ પર રેડ, પાટણમાંથી ૫૩૦૦ બોટલો જપ્ત
જેમાં પાટણ જીલ્લાનાં સમી તાલુકાનાં અનવરપુરા ગામે એસઓજી પોલીસે રેડ કરી ૫૩૦૦ બોટલ જપ્તી કરી હતી. પોલીસે અનવરપુરા ગામમાંથી ૭ લાખની કિંમતનો સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. રહેણાંક મકાનમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં ૨૧૦ થી વધુ જગ્યાએ રેડ કરી હતી. જેમાંથી ૬ જગ્યાએથી જ શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાવા પામ્યો હતો. જેમાં ઊંઝા, મહેસાણા એ ડીવીઝન, બી ડીવીઝન, કડી, લાંઘણજ, સાંથલ વિસ્તારમાંથી સિરપ મળી આવી હતી. ત્યારે પોલીસે સિરપની કુલ ૨૬૩ બોટલ સાથે ૩ લાખ ૯૨ હજાર ૧૮૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહેસાણા જીલ્લામાં પોલીસે કરેલી સ્પેશ્યલ ડ્રાઈવ દરમ્યાન ગેરકાયદેસર નશાકાર સિરપનું વેચાણ કરતા લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com