ગાંધીનગર જાઓ અને GV BOOKS સેક્ટર 6 ખાતે પરીક્ષા માટે કોલ લેટર કઢાવશો તો; ત્યાં તમારી પાસેથી કોઈ પૈસા લેવામાં નહિ આવે. આવા અનેક વિદ્યાર્થીઓના અને એમ કહીએ કે હજારો વિદ્યાર્થીઓના કોલ લેટર વિનામૂલ્યે પ્રિન્ટ કાઢીને GV Books એ એક યજ્ઞની જ શરૂઆત કરી દીધી છે અને એ વર્ષો સુધી પ્રજ્વલિત રહેશે
અમદાવાદ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે તો તૈયારી કરવા માટે youtube ચેનલ ઘણી બધી જોવા મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઘણી બધી એકેડેમી પણ હવે તો નાના નાના ટાઉન પર ઉપલબ્ધ છે. પરંતુ વર્ષ 2017 – 18 એટલે કે કોરોનાના સમયગાળા પહેલાં ગામડા કે નાના શહેરમાં રહેતા વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સાચું માર્ગદર્શન મેળવવા કોઈપણ પ્રકારનું પ્લેટફોર્મ ન હતું. કેટલાય માબાપની અપેક્ષાઓ હોય કે મારું બાળક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે. પરંતુ જે ઉંમરે તૈયારી કરવાની હોય એ સમયે યોગ્ય અને જરૂરી માર્ગદર્શન મળવાનો અભાવ હતો. એવા જ સમયની આ ઘટના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક નાનકડા ગામની વ્યક્તિ કોમલ ચૌધરી પોતે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી અને તૈયારી કરતા કરતા તેમને દરિયા જેવા વિશાળ ક્ષેત્રમાં શું વાંચવું એના કરતા શું ના વાંચવું એની સાચી માહિતી આપનાર કોઈ ન હતું, ત્યારે એમને મનમાં એક ડંખ રહેતો કે હું તો ગાંધીનગર તૈયારી કરવા આવી ગઈ; પણ જે લોકો મધ્યમ વર્ગ અથવા તો ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે એમને આવવું હોય તો ખૂબ જ તકલીફ પડે છે અને ઘરે રહીને તૈયારી કરવી હોય તો માર્ગદર્શનનો અભાવ છે. એટલે એમણે નક્કી કર્યું કે હું આવા વિદ્યાર્થીઓ માટે મારાથી થાય એટલું ચોક્કસ કરીને જ રહીશ.
આ વિચારે કોમલનો રસ્તો બદલી દીધો અને તેમના જ ગુરુ અને ગણિત- વિજ્ઞાનના નિવૃત્ત શિક્ષક શ્રી ઓખાભાઈ પટેલ (ઓ.એસ. પટેલ)ને સાથે રાખી વર્ષ 2017માં અંતરિયાળ વિસ્તાર અને ગામડાઓ રહેતા ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન મળી રહે તે હેતુ માટે કોઈ પણ પ્રકારના નફાકારક હેતુ વગર ગુજરાતી વિદ્યાર્થી નામે youtube ચેનલની શરૂઆત કરી.
એના થકી યુપીએસસી, જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના સફળ ઉમેદવાર કે જેઓ જાત મહેનતથી સફળ થયા છે, તેવા વ્યક્તિઓની કહાની સાથે ઇન્ટરવ્યૂ લેવાની શરૂઆત કરી અને બસ પછી તો એમની આ સફર ચાલતી જ રહી, જેના થકી લાખો વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળતું ગયું.
યુ ટ્યુબના વિડિયો રેકોર્ડિંગ માટે અને સ્ટુડિયોના ખર્ચ માટે આવકનું કોઈ સાધન ન હતું. જેથી ગુજરાતી વિદ્યાર્થી youtube ચેનલના નિભાવ માટે વર્ષ 2019 માં સસ્તા ભાવે વિદ્યાર્થીઓને ગામડે પુસ્તકો મળી જાય તે માટે gvbooks.in ના નામે ઓનલાઇન બુક સ્ટોરની શરૂઆત કરી. આ પણ એક નવી ક્રાંતિની શરૂઆત હતી. ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને પુસ્તકો જે ભાવોભાવ મળતા હતા; એ હવે સસ્તાભાવે ઘેર બેઠા મળવા લાગ્યા. બસ આ વિચારને વિદ્યાર્થીઓએ એટલો જબરદસ્ત પ્રતિસાદ આપ્યો કે તેની સફળતાના લીધે ગુજરાતી વિદ્યાર્થીની ટીમ પણ મોટી બનતી ગઈ અને વર્ષ 2021માં સેક્ટર 6, ગાંધીનગર ખાતે GV BOOKS ના નામે Books Mall શરૂ થયો, જેનો હેતુ માત્રને માત્ર સૌથી સસ્તા ભાવે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો આપવાનો છે. આ GV Books ને એટલી સફળતા મળી કે માર્કેટમાં પુસ્તકો પર ડિસ્કાઉન્ટ આપવાની સ્પર્ધા થવા લાગી. આખરે જેનો લાભ વિદ્યાર્થીઓને મળવા લાગ્યો અને વિદ્યાર્થીઓના લાખો રૂપિયા બચ્યા.આ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકોની દુનિયામાં GV BOOKS ( ગુજરાતી વિદ્યાર્થી) દ્વારા એક અનોખી ક્રાંતિ થઈ.આજે પણ GV BOOKS ( ગુજરાતી વિદ્યાર્થી)નો જે પાયાનો હેતુ છે; એ જળવાઈ રહ્યો છે. તમે ગાંધીનગર જાઓ અને GV BOOKS સેક્ટર 6 ખાતે પરીક્ષા માટે કોલ લેટર કઢાવશો તો; ત્યાં તમારી પાસેથી કોઈ પૈસા લેવામાં નહિ આવે. આવા અનેક વિદ્યાર્થીઓના અને એમ કહીએ કે હજારો વિદ્યાર્થીઓના કોલ લેટર વિનામૂલ્યે પ્રિન્ટ કાઢીને GV Books એ એક યજ્ઞની જ શરૂઆત કરી દીધી છે અને એ વર્ષો સુધી પ્રજ્વલિત રહેશે.
આપ પણ એકાદ વાર ગાંધીનગર સેક્ટર 6 માં GV BOOKS ની મુલાકાત લઈને જાત અનુભવ કરજો, તમને પણ આ પવિત્ર યજ્ઞની અનુભૂતિ ચોક્કસ થશે.