ગુજરાત યુનિવર્સિટીમાં હાયર પેમેન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. જેમાં બહારની કેટલીક ખાનગી કંપનીઓ નોલેજ પાર્ટનર તરીકે જોડાયેલી હતી. અગાઉ કુલપતિ દ્વારા જ ખાનગી કંપનીઓને દૂર કરવા નિણર્ય કરવામાં આવ્યો હતો. ગઈકાલે મળેલી સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં HPP કોર્સમાંથી નોલેજ પાર્ટનરને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 28 ડિસેમ્બર સુધી એટલે કે વર્ષના અંતમાં ગુજરાત યુનવિર્સિટીમાંથી ખાનગી કંપનીઓના ઉઠામણા થશે. તમામ નોલેજ પાર્ટનર દૂર થશે અને POPની નિમણૂક કરાશે.
યુનિવર્સિટીને ખાસ ફાયદો થતો નહોતો ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી કોર્સ ચાલી રહ્યા છે. 47 ખાનગી કોર્ષ ચાલી રહ્યા છે જેમાં નોલેજ પાર્ટનર પણ છે. નોલેજ પાર્ટનર દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે તથા ફીથી થતી આવકમાં ભાગીદારી રાખવામાં આવી છે. જેથી યુનિવર્સિટીને ખાસ ફાયદો થતો નહોતો અને ખાનગી કંપનીઓને ફાયદો થતો હતો. જે અંગે કુલપતિને જાણ થઈ હતી. કુલપતિની નિમણૂક થતાં તેમને અનેક નિર્ણય કરી હતા. જે પૈકી HPP કોર્સમાંથી ખાનગી કંપનીઓને દૂર કરવાનો નિર્ણય હતો.
અગાઉ નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ તેનો અમલ સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય કર્યા બાદ કરવાનો હતો. ગઈકાલે સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક હતી. જેમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 28 નવેમ્બરે 4 કંપનીઓને નોટિસ આપવામાં આવી છે જે મુજબ 28 ડિસેમ્બર સુધી નોલેજ પાર્ટનર તરીકે છૂટા કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ ખાનગી કોર્ષ ચલાવવામાં આવશે, જેની આવક પણ ગુજરાત યુનિવર્સિટીને થશે.
આ અંગે કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, HPP કોર્ષ ચાલુ રાખવામાં આવશે, પરંતુ તેમાંથી ખાનગી કંપનીઓને જ દૂર કરવામાં આવી છે. પ્રેક્ટિસ ઓફ પ્રોફેસર તરીકે પ્રોફેસરની 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવશે.
ખાનગી કંપનીઓના નામ
• AIM, માધુપુરા
• DMNET ટેકનોલોજી- બાપુનગર
• એરોસ્ટાર જેટ ટ્રેનિંગ- ઘાટલોડિયા