Gj-૧૮ ખાતે બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે મતદાન છે, ત્યારે જે ઉમેદવારો ચૂંટણીમાં ઊભા છે, તેમાં પ્રમુખ પદના ઉમેદવાર અમિતાબેન વાઘેલાની જગ્યાએ બેલેટ પેપરમાં અમિતા ત્રિવેદી લખેલ છે, જે ઉમેદવાર પોતે પ્રમુખ પદના મહિલા ઉમેદવાર છે , તેમણે સખત શબ્દોમાં વાંધો લઈને ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી છે, ત્યારે આ ચૂંટણી રદ કરવાની પણ મહિલા ઉમેદવાર દ્વારા માંગ કરવામાં આવી છે, પોતે ક્રમાંક ૧ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે બેલેટમાં અમિતા જશવંતલાલ ત્રિવેદી આવ્યું છે, બાકી તે પોતે અમિતાબેન જે વાઘેલા છે, ત્યારે તેમણે અને ઘણી જ મહિલા વકીલોએ સખત શબ્દોમાં થયેલી ગંભીર ભૂલ વખોડી નાખી છે, અને ચૂંટણી રદ કરીને ફરિયાદ ચૂંટણી કરવા ચૂંટણી કમિશનરને પત્ર લેખિતમાં સવારે જ પાઠવ્યો હતો, અને પોતે બેલેટના પુરાવા પણ આપ્યા હતા, ત્યારે ચૂંટણી પંચ એવા ચૂંટણી અધિકારી સર્વોપરી સત્તા કહેવાય, ત્યારે હાલ પૂરતું ચૂંટણી અધિકારીઓએ બેલેટ પેપરમાં પેનથી સુધારો કરીને આગળ કાર્યવાહી ધપાવી છે, ત્યારે આવી ગંભીર ભૂલ કે ક્ષતિ? તે હાલ વકીલોમાં પ્રશ્ન ચર્ચા સાથે ચકડોળે ચડ્યો છે,
અમિતાબેન વાઘેલા પોતે પ્રમુખ પદના ઉમેદવાર છે, તેમણે જણાવ્યા મુજબ કહ્યું હતું કે મેં ત્રણ દિવસથી બેલેટ પેપર જાેવા માંગેલ જે મને આપેલ નથી, તથા મને બતાવ્યું હોય તો આ ક્ષતિ ન આવત
ચૂંટણી કમિશનર દ્વારા જણાવેલ કે બેલેટ પેપર રાત્રે છપાવીને આવ્યા હતા જે ઓફસેટની ભૂલ છે, ત્યારે હાલ દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે, ત્યારે ઉમેદવાર અમિતાબેન વાઘેલા દ્વારા ચૂંટણી રદ કરાવવા અને ફરિયાદ ચૂંટણી ફરી કરાવવા રજૂઆત ઉચ્ચકક્ષાએ કરી છે
———
જાેવા જઇએ તો અમીતાબેન વાઘેલા સાથે ન્યાય મળે તે માટે સૌ કોઇએ પ્રયત્ન કરવો જાેઇએ, હાર જીત તો થતી રહે પણ આવી મોટી ક્ષતીથી ચુંટણી રદ કરવા અમીતાબેને આહવાન કર્યું છે, ત્યારે આ પ્રશ્ને કોઇજ કશું જ કહેવા તૈયાર નથી,