રાજ્યમાં ઘરે ઘરે સુધી અને છેવાડાના માનવી સુધી સરકારનું સ્વપ્ન હતું કે નલ સે જલ યોજના દ્વારા દરેકના ઘરે ઘરે સુધી અને ગામડામાં પણ પાણી પહોંચે તેવી આ યોજના ને સાકાર કરવા અનેક ફિક્સ કર્મચારીઓએ રાત દિવસ મહેનત કરી છે ત્યારે ફિક્સ પગાર કર્મીઓને વેતન વધારાથી વંચિત રાખતા અને પગાર વધારવામાં નાટક બાજી કેમ? આ પ્રશ્ન સૌ કોઈ માં પુછાય રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં ૩૦ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યા બાદ નાણા વિભાગ દ્વારા નવેમ્બર મહિનામાં બોર્ડ અને કોર્પોરેશનમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓને વેતન વધારો આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેના અંતર્ગત જાહેર સાહસોની આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઇને તેના વહીવટી વિભાગ કક્ષાએથી યોગ્ય ર્નિણય લેવાનું જણાવવામાં આવ્યુ હતું. ત્યારે નોંધવું રહેશે, કે પાણી પુરવઠા બોર્ડની સ્થાપના કરવા પાછળ સરકારનો હેતુ કમાણી કરવાનો નહીં પરંતુ પ્રજાને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો છે. સરકારની ગ્રાન્ટથી જ ચાલતું ગ્રાન્ટ ઇન એઇડ બોર્ડ છે.બોર્ડનો તમામ ખર્ચ જ્યારે સરકારની ગ્રાન્ટમાંથી જ કરવાનો થતો હોય તે બોર્ડમાં નિમવામાં આવેલા ફિક્સ પગારના કર્મચારીઓને પણ વેતન વધારાનો લાભ સત્વરે આપવો તે કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે રહેશે. તેમ કહેતા કર્મચારી વર્તુળોએ જણાવ્યું કે નાણાકીય ભારણના કારણો ઉભા કરીને ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર આર્થિક લાભથી વંચિત રાખવામાં આવી રહ્યાં હોવાથી નિરાશા અને અસંતોષની લાગણી ઉદ્દભવી છે.