ક્યાંક કંઈક ખોટુ થઈ રહ્યું છે ? એટલા માટે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીને ઓફિસ રૂમ આપવામાં આવતો નથી: વિનોદ પરમાર
જો સ્ટાફનો પગાર કરવાના કોન્ટ્રાક્ટર પાસે પૈસા ના હોય તો આવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં કેમ આવે છે?: વિનોદ પરમાર
અમદાવાદ
આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, S.V.P. હોસ્પિટલ (V.S)માં આજે હાઉસ કીપિંગ સ્ટાફ અને યુટીલીટી સ્ટાફના કર્મીઓ પગાર રેગ્યુલર ના થવાને કારણે હડતાલ પર ઉતર્યા હતા. જેની જાણકારી આમ આદમી પાર્ટીને અને અમારી ટીમને મળતા અમે અમારી ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં અમને જાણવા મળ્યું કે અહીંયા વિશ્વ એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ છે અને તેઓ સ્ટાફને રેગ્યુલર પગાર આપતાં નથી અને પગાર પણ ઓછો આપે છે. ડિસેમ્બરનો પગાર હજી સુધી આપ્યો નથી અને બોનસ પણ ચૂકવ્યું નથી, R. M. O સાહેબને મળતા તેમણે કહ્યું કે અમે બિલ સમયસર ચૂકવી આપીયે છીએ, તો આ બધા કર્મચારીને પગાર મળવામાં વિલંબ કેમ? વધુમાં અમને જાણવા મળ્યું કે સ્ટાફને પગાર વધારો પણ આપવામાં આવતો નથી, તો રજૂઆત કરતા પગાર 25/01/24 સુધીમાં આપી દેવાની લેખિતમાં બાંહેધરી આપી છે અને બોનસ પણ આપવા માટે જણાવેલ છે. તેમના ત્યાં સ્ટાફમાં બીજા રાજ્યની છોકરીઓ પણ છે, પગાર મોડા થવાને લીધે તેમની પરિસ્થિતિ દયનીય છે. જો સ્ટાફનો પગાર કરવાના કોન્ટ્રાક્ટર પાસે પૈસા ના હોય તો આવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં કેમ આવે છે? ક્યાંક કંઈક ખોટુ થઈ રહ્યું છે, એટલા માટે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીને ઓફિસ રૂમ આપવામાં આવતો નથી, આ કર્મીઓ માટે ઉપર રજૂઆત કરતા લેખિતમાં બાહેંધરી આપતાં કર્મચારીઓને કહેવાથી તેઓ હડતાલનો અંત લાવ્યા અને તેમની નોકરી પર હાજર થયાં હતા.