
સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા “GENESIS GAME” એપ્લીકેશન ડેવલોપ કરનાર તથા તેના મારફતે ઓનલાઇન જુગાર રમતા ઇસમોની તપાસ ચાલુ : ગુજરાતમાં પહેલી વાર જુગારના મુખ્ય સંચાલક દ્વારા રુઢીગત જુગારને ટેકનોલોજીના સહારે લાઇવ સ્ટ્રિમીગ કરીને દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં જુગાર રમાડવામાં આવતો
અમદાવાદ
અમદાવાદ શહેરના જ્યુપીટર મીલ, દુધેશ્વર ખાતેથી ખાનગી બાતમી હકીકત તથા ટેકનીકલ એનાલીસીસ દ્વારા “GENESIS GAME” નામની એપ્લીકેશનમાં મોબાઇલ કેમેરા મારફતે જીવંત પ્રસારણ (લાઇવ) કરી ઓનલાઇન ગંજી-પાનાનો જુગાર (તેરીયુ) રમાડતા મુખ્ય સંચાલકો (૧) ઉસ્માનગની સ/ઓ ઇસ્માઇલભાઈ લધાની (મિયાણા) (૨) સમસુદિન સ/ઓ ઉસ્માનગની લધાની (૩) ઇમામુદ્દીન સલીમભાઇ લધાની (૪) પ્રવિણ અશોકભાઇ ચૌહાણ (૫) મોઈન સ/ઓ મુસ્તુફામિયા શેખ (૬) સમીરઅહેમદ રફીકઅહેમદ અંસારી (૭) વિપુલ અરવિદભાઇ ચૌહાણ (૮) રવિ ઉર્ફે મહાદેવ રાજેશભાઈ ચૌહાણ તમામ રહે. અમદાવાદને જુગાર રમાડવાના મુદ્દામાલ મોબાઇલ ફોન નંગ – ૧૨, મોબાઇલ ફોન સ્ટેન્ડ – ૦૧, ગંજીપાના નંગ – પર, જમીન ઉપર પાથરવાનો રેજીનનો ટુકડો મળી કુલ કિ. રૂપિયા ૨૬,૦૫૦ સાથે ઝડપી લીધેલ છે.ગુજરાતમાં પહેલી વાર જુગારના મુખ્ય સંચાલક દ્વારા રુઢીગત જુગારને ટેકનોલોજીના સહારે લાઇવ સ્ટ્રિમીગ કરીને દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં જુગાર રમાડવામાં આવતો હતો. “GENESIS GAME” નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને બેલેન્સ કર્યા બાદ કોઇ પણ ઇસમ ૨૪*૭ કોઇપણ જગ્યાથી જુગાર રમી શકે તેવી સચોટ વ્યવસ્થા મુખ્ય જુગાર સંચાલક આરોપીઓ (૧) ઉસ્માનગની સ/ઓ ઇસ્માઇલભાઈ લધાની (મિયાણા) તથા તેનો પુત્ર (૨) સમસુદિન સ/ઓ ઉસ્માનગની લધાની દ્વારા કરી આપવામાં આવેલ. સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ૨ સીની.પોલીસ ઇન્સપેક્ટર તથા ૭ પોલીસ સબ ઇન્સપેકટર અને સ્ટાફના માણસોની ટીમો બનાવીને આ લાઇવ સ્ટ્રીમીંગ કરી રમાડવામા આવતા જુગારના મુખ્ય સંચાલકો તથા તેની ટુકડીને પકડી પાડવા સારુ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં એક સાથે રઇડ કરેલ જેમા જ્યુપીટર મીલ, દુધેશ્વર ખાતે ઉપરોક્ત ગેંગ લાઇવ સ્ટ્રિમીંગથી જુગાર ઓપરેટ કરતા ઝડપાઇ ગયેલ. સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા “GENESIS GAME” એપ્લીકેશન ડેવલોપ કરનાર તથા તેના મારફતે ઓનલાઇન જુગાર રમતા ઇસમોની તપાસ ચાલુ છે.
આરોપીઓના ગુનાહીત ઇતિહાસ
(૧) ઉસ્માનગની સ/ઓ ઇસ્માઇલભાઈ લધાની (મિયાણા) – આરોપી વિરુદ્ધ જુગાર ધારા-૭૦, આર્મ્સ એકટ-૦૧, મારમારી-૦૧, રાયોટીંગ -૦૧ ગુન્હા નોધાયેલ છે.
(૨) સમસુદિન સ/ઓ ઉસ્માનગની લધાની- આરોપી વિરુદ્ધ માધુપુરા ખુન-૦૧, જુગાર ધારા-૦૧, મારામારી-૦૧ ગુન્હા નોંધાયેલ છે.
(૩) મોઈન સ/ઓ મુસ્તુફામિયા શેખ – આરોપી વિરુદ્ધ શાહપુર પો.સ્ટે ખુન-૦૧, આર્મ્સ એકટ-૦૧, રાયોટીંગ -૦૧, ગુન્હા નોંધાયેલ છે.
(૪) સમીર અહેમદ રફીકઅહેમદ અંસારી – આરોપી વિરુદ્ધ વટવા પો.સ્ટે ખુન -૦૧, આર્મ્સ એકટ-૦૧, ઇંગ્લીશ દારૂ-૦૨ ના ગુન્હા નોધાયેલ છે.
(૫) વિપુલ અરવિંદભાઇ ચૌહાણ – આરોપી વિરુદ્ધ જુગાર ધારા-૦૧, મારામારી-૦૧, ના ગુન્હા નોંધાયેલ છે
(૬) રવિ ઉર્ફે મહાદેવ રાજેશભાઈ ચૌહાણ – આરોપી વિરુદ્ધ મારામારી-૦૧ ગુન્હા નોધાયેલ છે.