અમદાવાદ
પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પ્રતિષ્ઠા કરી છે ત્યારે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ સ્વરૂપ શ્રીરામની પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગે ઘોડાસર ખાતે આવેલ સ્મૃતિ મંદિરની નજીક પુષ્પક બંગ્લોઝનાં દરેક પ્રાંગણમાં ભવ્ય રંગોળી કરીને દીવડા પ્રગટાવવામાં આવ્યા તેમાં રામજ્યોતિ પ્રગટાવી હતી. સમગ્ર પરિસર ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.સોસાયટીના ઘરો રોશનીથી ઝગમગી ઉઠ્યા અને જય શ્રી રામના નારા સાથે જય શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. શબરી જેવા પહેરવેશ પહેરી લોકોએ સાક્ષાત શબરીની અનુભૂતિ કરી હતી.મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ત્યાગ, પ્રેમ અને સહિષ્ણુતાનું પ્રતીક છે. આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. આજે ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પુનઃ પ્રતિષ્ઠા કરી છે.રામમંદિરમાં શ્રીરામની સ્થાપનાની ઐતિહાસિક, અલૌકિક, કરોડો ભારતવાસીઓ સાથે સાક્ષાત ભારતીય મૂલ્યો અને સર્વોચ્ચ આદર્શોની, ભારતીય સંસ્કૃતિ પ્રતિ લોકોના અતૂટ વિશ્વાસની પ્રતિષ્ઠા કરવા બદલ સોસાયટીના ઘરોમાં સાંજે લોકોના પ્રાંગણમાં આકર્ષક રંગોળી પૂરવામાં આવી હતી. ચોમેર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા . દિવાળીની જેમ ફટાકડાની આતશબાજી સાથે માહોલ બનાવી રહીશોએ આનંદ ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો.