તાજેતરમાં બંગાળના CM મમતા બેનર્જીને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. એક અહેવાલ પ્રમાણે CM મમતા બેનર્જીની Car સાથે આકસ્મિક ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે ઘટી હતી, જ્યારે CM મમતા બેનર્જી બર્ધમાનથી કોલકાતા પરત ફરી રહ્યા હતા.
એક અહેવાલ અનુસાર મોસમ ખરાબીના કારણે CM મમતા બેનર્જી હેલિકોપ્ટરને બદલે કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ધુમ્મસને કારણે અચાનક કારની બ્રેક લગવાથી CM મમતા બેનર્જીને માથામાં ઈજા થઈ હતી.
જો કે CM મમતા બેનર્જીના કાફલામાં બીજી કાર આવવાના કારણે ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવવી પડી હતી. જેના કારણે તેને માથામાં ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી મમતા બેનર્જી એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્ધમાન જિલ્લામાં ગયા હતા. જો કે કહેવામાં આવી રહ્યું છે કે ઈજા બહુ ગંભીર નથી.
તે ઉપરાંત ગયા વર્ષે જૂન 2023 માં મુખ્યમંત્રી મમતા બેનર્જી મુસાફરી દરમિયાન ઘાયલ થયા હતા. તેમના હેલિકોપ્ટર ને સિલિગુડી નજીક સેવોક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. SSKM હોસ્પિટલના ડાયરેક્ટર મણિમોય બંદ્યોપાધ્યાયના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીને તેમના ડાબા ઘૂંટણ અને હિપબોનમાં ઈજા થઈ હતી.