Gj -18 ના મહુડી રોડ પર આવેલા પીપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી છે. પીપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાતા ચર્ચાનો વિષય બન્યો છે. જે ઘર છે, તેમાં વાઘેલા નંદુબા પોપટજી લખેલું છે ,ત્યારે આ ઘરના આજુબાજુના સભ્યો સહિત 10 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે ,ત્યારે સચિવાલય અને પોલીસભવનથી માંડ 8 કીમી દૂરથી આ ફેક્ટરી પકડાવા પામી છે ,તો 25 કિલો ડ્રગ્સ જપ્ત કરાયો છે, કેટલા દિવસથી આ ફેક્ટરી ચાલે છે?,ક્યાં સપ્લાય થાય છે?,કોનો માલ છે?,જે હવે ATS આની તપાસ કરી રહી છે.આ મકાન ખરેખર મકાન માલિકનું હોય અને પોતે ધંધો કરતા હતા કે પછી ભાડે આપેલું છે, આ તમામ વિષય ઉપર આવનારા દિવસોમાં પડદો ઉચકાઈ જશે.