ભાજપ આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર લોબી નડે તો નવાઈ નહી, કાંઈક રંધાઈ રહ્યું છે,
ગુજરાતમાં ૨૫ વર્ષથી એક હથ્થું શાસન ભાજપનું ચાલી રહ્યું છે, ત્યારે વિકાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની કુનેહ દ્રષ્ટિ કહી શકાય, ત્યારે કોંગ્રેસનું રેકોર્ડ જે ૧૫૯ સીટનો હતો, તે રેકોર્ડ તોડવા અનેક પ્રયત્નો છતાં કોઈ કશું ઉકાળી શક્યા નહીં, પ્રદેશ પ્રમુખ તરીકે આરસી ફળદુ, પરસોત્તમ રૂપાલા પણ બે ટર્મ રહી ચૂક્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરનાર હોય તો સીઆર પાટીલ હતા, સી.આર પાટીલ દ્વારા પેજ પ્રમુખથી લઈને અનેક કાર્યકરો નવા જાેડીને ૧૫૬ સીટોનો ટાર્ગેટ લાવીને બતાવ્યો જે નાની વાત નથી, ત્યારે અત્યારે ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સામે સૌરાષ્ટ્રમાંથી ભાજપના જ સિનિયર નેતાઓના વિરોધના સૂર ધીમે સાદે ઉઠવા માંડ્યા છે. ઇફ્કોની ચૂંટણી મુદ્દે સૌપ્રથમ પાટીલની પ્રતિક્રિયાનો વળતો જવાબ દિલીપ સંઘાણીએ આપ્યા બાદ હવે ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી આર સી ફળદુએ સંઘાણી અને રાદડિયાના વખાણ કરીને પણ સંકેતો આપ્યા છે. સંઘાણીએ રવિવારે અમરેલીમાં પોતાના જન્મદિવસની પાર્ટીમાં એક શક્તિપ્રદર્શન જેવો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમના મંચ પરથી બોલતા ફળદુએ કહ્યું, જયેશભાઇએ વટ્ટ પાડી દીધો. ફળદુએ કહ્યું, સૌરાષ્ટ્રના સાવજ એવા વિઠ્ઠલભાઇના સંતાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ પણ સાવજ છે અને તેમણે ઇફ્કોની ચૂંટણીમાં વટે પાડી દીધો. રૂપાલાને બિફોર ટાઇમ અભિનંદન આપીએ. દિલીપભાઇનું જીવન બતાવે છે કે તેઓ એક યોદ્ધો છે. તેમની ખુમારીમાં ક્યારેય આંચ આવતી નથી. આ વખતે રાદડિયાએ પણ કહ્યું કે કોઇપણ મુશ્કેલ સમયમાં દિલીપભાઇ સંગાથ આપ્યો છે. તેઓ એક વખત જેનો હાથ પકડે તેનો હાથ ક્યારેય છોડી દેતા નથી. આ કાર્યક્રમમાં ફળદુ ઉપરાંત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, ભૂતપૂર્વ મંત્રી બાવકુ ઉંઘાડ, ભૂતપૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી તેમજ અમરેલીના ભૂતપૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિતના નેતાઓ આવ્યા હતા. જ્યારે અમરેલીમાં પાટીલ જૂથના ગણાતા વર્તમાન ધારાસભ્યો કૌશિક વેકરિયા, જે વી કાકડિયા, જનક તળાવિયાની ગેરહાજરી સ્પષ્ટ જણાઇ આવતી હતી. ઇફ્કોની ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્રના મંડળીના હોદ્દેદારો રાદડિયાની પડખે ઊભા રહ્યા હતા. પાર્ટીના મેન્ડેટના નિયમ છતાં ભાજપના જ બે નેતાઓ આમને સામને આવી ગયા બાદ બે ફાડિયા જાેવા મળ્યા હતા. આ ઘટનાને લઈને લોકસભાની ચૂંટણી હોવાથી સંગઠનમાંથી કોઈ પ્રતિક્રિયા નથી.
વધુમાં આવનારા વર્ષોમાં ભાજપ માટે સૌરાષ્ટ્ર લોબી અનેક પ્રશ્નો હવે લંગસિયા નાખે તો નવાઈ નહીં, આવનારા વર્ષોમાં ભાજપ માટે લાલલાઈટ અને ભાજપને ડીમ કરવા અનેક નવા મુરતિયાઓ ભેગા થઈ રહ્યાં છે, એક નેતા પોતે રાજકીયમાં નથી, પણ મંદીરના ટ્રસ્ટી તરીકે પોતે આવનારા મુખ્યમંત્રીથી લઈને ડેપ્યુટી મુખ્યમંત્રી ના સપના સેવી રહ્યા છે, બાકી સી. આર. પાટીલ એ જે કરી બતાવ્યું તે કોઈ કરી શક્યું નહીં, હવે આવનારા વર્ષોમાં મોટું સંકટ ભાજપ માટે આવી રહ્યું હોવાનું પણ સંકેત આપી રહ્યું છે,
બોક્સ
ભાજપને અનેક સંકટો આવ્યા, પણ હવે જે સૌરાષ્ટ્રમાં એક જૂથ અને લોબી જે ભેગી થઈ રહી છે, તે ભાજપ માટે ગંભીરતાનો વિષય કહી શકાય, કોંગ્રેસનો ૧૪૯ સીટ નો રેકોર્ડ તોડવા પાટીદાર સમાજના ત્રણ આગેવાનોને પ્રદેશ પ્રમુખ બનાવ્યા તેમાં ફળદુ, રૂપાલા, વાઘાણી તેમાં કોઈ ૧૪૯ સીટનો કોંગ્રેસનો રેકોર્ડ તોડી ન શક્યું, અને સી. આર. પાટીલે ૧૫૬ સીટ સાથે પ્રધાનમંત્રી મોદીનું સપનું સાકાર કર્યું, ત્યારે હાલ તો ભાજપ માટે જે સરકાર ક્ષેત્રે ચાલેલી બબાલ હવે ધીરે ધીરે અંડર કરંટ મોટી થઈ રહી છે,