ગાંધીનગરમાં બેટરીઓ ચોરીને રફુચક્કર થઈ જતાં બે ઈસમો ઝડપાયાં

Spread the love

અમદાવાદથી ગાંધીનગર રીક્ષા લઈને આવી રાત્રિ દરમ્યાન મોકો મળતાં જ જાહેર સ્થળોએ પાર્ક કરેલા વાહનોની બેટરીઓ ચોરીને રફુચક્કર થઈ જતાં બે ઈસમોને લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ કુલ રૂ. 82 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં રાત્રિ દરમ્યાન પાર્ક કરેલા વાહનો ની બેટરી ચોરી થઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ અસરકાર પેટ્રોલીંગ કરી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તાબાના અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે એલએલબી પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમ બેટરી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા હ્યુમન સોર્સનાં માધ્યમથી તપાસ કરી રહી હતી.

આ દરમ્યાન બાતમી મળી હતી કે, એક સીએનજી રીક્ષામાં બે ઈસમો બેટરીઓ વેચવા સેકટર – 28 જીઈબી છાપરાં વિસ્તારના ફરી રહ્યા છે. જે હકીકતના આધારે એલસીબીએ દિનેશ નરસિંહભાઇ વણઝારા (ઉ.વ.23) તેમજ પ્રકાશ શેરૂભાઇ દંતાણી (ઉ.વ.20) (બન્ને રહે – કાચા છાપરા ડી-કેબિન રેલ્વેની હદની અંદર કાળી ગામ, આઇ.ઓ.સી. કંપનીની પાસે આઇ ઓ.સી.રોડ, અમદાવાદ) ને શંકાસ્પદ હાલતમાં પકડી લેવામાં આવ્યા હતા.

આ બંને ઈસમો પાસેથી ત્રણ નંગ બેટરી મળી આવતાં કડકાઈથી પૂછતાંછ હાથ ધરવામાં આવી હતી. જેનાં પગલે બંને જણાં રાત્રીના દરમ્યાન સીએનજી રીક્ષા લઇ આવી રોડની સાઇડમાં પાર્ક કરેલ આઇવા તથા જી.સી.બી. વાહનોમાંથી બેટરીઓની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. જે બાબતે ખરાઈ કરતા સેકટર – 21 પોલીસ મથકમાં બેટરી ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું. જેનાં પગલે એલસીબીએ રીક્ષા, 27 હજારની ત્રણ બેટરી તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 82 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com