પંચમહાલના વાઘજપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ 25 હજાર રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ રંગેહાથ ઝડપી પાડી હતી. કોન્ટ્રાકટર પાસે બિલના ચેક પર સહી કરવા લાંચ માંગી હતી.
પંચમહાલના વાઘજીપુર ગ્રામ પંચાયત હસ્તક સરકારની યોજનાઓના વિકાસના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નરેગા અંર્તગત કરેલ કામોને લગતા રૂ.3,32,500ના ચેક ઉપર સહી કરવાના બદલામાં મહિલા સરપંચે પૈસાની માંગણી કરી હતી.
રકઝક બાદ સરપંચે 25 હજાર આપો તો ચેક પર સહી કરવાનુ કહ્યું હતું. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા પરિણામે તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
કોન્ટ્રાક્ટરની ફરીયાદના આધારે ગોધરા ACBની ટીમે છટકું ગોઠવી મહિલા સરપંચને 25 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આરોપી સરપંચ સવિતાબેન બારીયા સહિત અન્ય ખાનગી વ્યકિત મંયક પલાસ વિરુદ્ધ પણ ACBમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.