દિલ્હીના વસંત કૂંજ એરિયામાં સુથારી કામ કરનાર હીરાલાલ નામના શખ્સે પોતાના ઘેર 4 પુત્રીઓ સાથે ઝેર ગટગટાવીને આપઘાત કરતાં એરિયામાં સનસની મચી હતી. લોકોને આ સામૂહિક આપઘાતથી બુરારી કાંડની યાદ તાજી થઈ છે બુરારી કાંડમાં અંધશ્રદ્ધાને નામે એક જ પરિવારના 11 લોકોએ આપઘાત કરી લીધો હતો. વસંત કૂંજ સામૂહિક આપઘાતમાં પણ અંધશ્રદ્ધાનો એંગલ સામે આવી રહ્યો છે.આપઘાત પહેલા પરિવારે પૂજા કરી હતી અને લાડૂનો પ્રસાદ પણ ખાધો હતો.
https://x.com/SimranBabbar_05/status/1839938064346460393?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1839938064346460393%7Ctwgr%5E92a75f91d1663260173e888afb28340fa0e130c6%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
આ કેસમાં એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ વાદળી પોલિથીન લઈને ઘરની અંદર જતો જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે પોલીથીનમાં મિઠાઈનો ડબ્બો હતો અને એવી શંકા છે કે વ્યક્તિએ મીઠાઈમાં ઝેર ભેળવી દીકરીઓને ખવડાવ્યું હશે, જેના કારણે તેમનું મોત થયું છે.
મૃત્યુ પામેલા પાંચ લોકોની ઓળખ પિતા હીરા લાલ અને તેમની ચાર પુત્રીઓ, 18 વર્ષની નીતુ, 15 વર્ષની નિશી, 10 વર્ષની નીરુ અને 8 વર્ષની નિધિ તરીકે થઈ છે. હીરાલાલની પત્નીનું એક વર્ષ પહેલા જ અવસાન થયું હતું. ત્યારથી તે દીકરીઓ સાથે એકલો રહેતો હતો. ચારેય દીકરીઓ વિકલાંગ હતી. પિતા સુથાર તરીકે કામ કરતા હતા અને સાંજે ઘરે આવ્યા પછી તેઓ તેમની પુત્રીઓની સંભાળ રાખતા હતા.
બિહારમાં મહિલાઓ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જીતિયા પૂજા કરીને નિર્જલા વ્રત રાખે છે. જીવતા વાહન દેવતાની સાંજે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી બાળકના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે અને લાંબુ આયુષ્ય મળે છે. હીરાલાલની 3 પુત્રીઓ વિકલાંગ હતી.
પોલીસને આશંકા છે કે મૃત્યુ પહેલા પરિવારના સભ્યોએ ભોજન કર્યું ન હતું. પરિવારે 24 સપ્ટેમ્બરની રાત્રે જિતિયા પૂજા કરી હતી, ત્યારબાદ તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. બેડ પર પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે હીરાલાલ અન્ય રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે સલ્ફાસ ખાઈને આત્મહત્યા કરી હતી. રૂમમાંથી ચાર ગ્લાસ મળી આવ્યા હતા. જેના કારણે પરિવારે સલ્ફાસને પાણીમાં ભેળવી તેનું સેવન કર્યું હોય તેવું લાગી રહ્યું છે.