વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર વાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી વધારાની ખાસ ૨૨૦૦ એક્સ્ટ્રા બસોનું આયોજન

Spread the love

વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ તથા સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી,ગત માસ કરતાં હાલમાં થઈ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં ૧૮% નો વધારો, સુરત થી અમદાવાદ 285 રૂપિયા અને જામનગર 450 રૂપિયા ભાડું

સુરતથી જે-તે સ્થળ સુધી વસુલવામાં આવનાર ભાડાની વિગત

અમદાવાદ

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અધ્યતન ઈન્ફાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાની આધારશીલા ગણાવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રબળ નેતૃત્વ હેઠળ રાજ્યમાં વાહન વ્યવહાર ખાતું અને એસ.ટી.નિગમ રાજ્યના છેવાડાના માનવીને અસરકારક જાહેર પરિવહનની સેવાઓ પુરી પાડે છે. ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક ૮૦૦૦ થી વધુ બસોના કાફલાથી ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પાડે છે. નિગમ વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની એસ.ટી.બસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે.રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર વાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

નિગમના સુરત વિભાગ ધ્વારા તા-૨૬/૧૦/૨૦૨૪ થી તા-૩૦/૧૦/૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ તરફના મુસાફરો, ઉત્તર ગુજરાતના મુસાફરો તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની ૨૨૦૦ બસોની વ્યવસ્થા કરેલ છે. નિગમના અન્ય વિભાગો ધ્વારા પણ સદર સમયગાળા દરમ્યાન એકસ્ટ્રા સર્વીસોનું રાજ્યના વિવિધ રૂટો ઉપર સંચાલન હાથ ધરવામાં આવનાર છે.સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વીસોનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.દિવાળી એક્સ્ટ્રા સંચાલનના આયોજનને આજથી જ બહોળો પ્રતિસાદ મળી રહેલ છે.ગત માસ કરતાં હાલમાં થઈ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં ૧૮% નો વધારો થવા પામેલ છે.અત્યાર સુધીમાં સુરત ખાતેથી ૧૯૪ બસોનું એડવાન્સ બુકિંગ થવા પામેલ છે.

ચાલુ વર્ષના આયોજનમાં માત્ર સુરત ખાતેથી ૨૨૦૦ બસો, દક્ષીણ-મધ્ય ગુજરાતમાંથી ૨૯૦૦ બસો, સૌરાષ્ટ્ર-કચ્છ માંથી ૨૧૫૦ બસો અને ઉત્તર ગુજરાતમાંથી ૧૦૯૦ જેટલી બસો મળી કુલ ૮૩૪૦ ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલનનું આયોજન થયેલ છે. જેના થકી અંદાજે ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને સ્વચ્છ, સલામત અને સમયસર બસની સેવાઓ પુરી પાડવાનું આયોજન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com