ગાંધીનગરના ચંન્દ્રાલા ગામના બ્રિજ પાસે ટ્રક ચાલક બાઈકને ટક્કર મારી ફરાર થઇ ગયો

Spread the love

ગાંધીનગર

ગાંધીનગરના ચંન્દ્રાલા ગામના બ્રીજ પાસે બે દિવસ અગાઉ અજાણ્યો ટ્રક ચાલક પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી બાઈકને ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતોમાં ગંભીર રીતે ઘાયલ બાઈક સવાર પિતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જ્યારે ઈજાગ્રસ્ત દીકરીને સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.

આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગરના આકોદરા ગામના રાજેશ વિઠ્ઠલભાઇ ચંદાનાનો નાનો ભાઈ રાહુલ અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ગત તા. 7 મી ડિસેમ્બરના રોજ વિઠ્ઠલભાઇ અને તેમની દીકરી અમદાવાદ રાહુલને મળવા માટે બાઈક લઈને ગયા હતા.

બાદમાં અમદાવાદથી હિંમતનગર બાઇક લઇને પરત જઈ રહ્યા હતા. ત્યારે ચંન્દ્રાલા ગામના બ્રીજ પાસે એક અજાણ્યા આઈશર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ અને ગફલત ભરી રીતે હંકારીને બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતા પિતા પુત્રી બાઈક પરથી ઉછળીને નીચે પટકાયા હતા.

દરમ્યાન ટ્રક લઈને ચાલક ત્યાંથી નાસી છુટયો હતો. અકસ્માતના બનાવ પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. અને ઈજાગ્રસ્ત પિતા પુત્રીને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાંતીજ સરકારી દવાખાનામા મોકલી આપ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વિઠ્ઠલભાઇને હિઁમતનગર સિવિલ લઈ જવાયા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com