કલોલ
અમદાવાદ ખાતે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇકને સામેથી ટક્કર મારતા બાઇક ચાલક બાઇક સાથે નીચે પટકાતાં શરીરે ગંભીર ઇજાઓ થઈ, તેથી તાત્કાલિક સારવાર અર્થે બોપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, એ છોટા હાથીના ચાલક વિરુદ્ધ સાંતેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
કાડી તાલુકા થોળ ગામે રહેતા અજયકુમાર ગોવિંદભાઇ સેનમા અમદાવાદ ખાતે કાર ડ્રાઇવરની નોકરી કરતા હોય સવારે 9:00 વાગે તેમના ઘરેથી તેમનું બાઇક નંબર GJ.02 DS.4967 લઈ નોકરી જવા સવારે 10:00 વાગે કલોલ તાલુકાનાં રાંચરડાથી ઉનાલી જાવણી કેનાલ પાસેથી પસાર થતાં હતા. આ સમય સામેથી પૂર ઝડપે આવાતા છોટા હાથી નંબર GJ 27 TT 8560ના ચાલકે તેનું છોટા હાથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અજયર ગોવિંદભાઇ સેનમાનાં બાઇકને સામેથી ટક્કર મારતા બાઇક ચાલક અજય સેનામા બાઇક સાથે નીચે પટકાતાં શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. તેથી તાત્કાલિક સારવાર અર્થે બોપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અજયર સેનામાએ છોટા હાથીના ચાલક વિરુદ્ધ સાંતેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.