
અમરેલી
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં અમરેલીના ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતા. આ મામલે મામલે કિશોર કાનપરીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ પૂર્વ ભાજપ તોદેદાર મનિષ વધાસીયા સહિત ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પાટીદાર સમાજની એક યુવતીનો પણ સમાવેશ થાય છે. પોલીસે બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર આરોપીઓનું સરથસ કાઢયું હતું, જેમાં પાટીદાર યુવતી પણ સામેલ હતી. આ પુવતી પાટીદાર સમાજની હોવાથી હવે પાટીદાર નેતાઓ તેમજ ખોડલધામના ટ્રસ્ટીઓ પણ મેદાનમાં ઉતર્યા છે અને પાટીદાર સમાજની દીકરી નિર્દોષ હોવાનું જણાવ્યું છે. જો કે આ સમગ્ર ઘટનામાં પાટીદાર યુવતીની સીધી સંડોવણી ન હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રેમયુખ પ્રતાય દુષાતે મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં લખ્યું હતું કે આ યુવતી આરોપીની ઓફિસમાં કામ કરે છે. તેના માલિકે તેને જે લખાવ્યું એ તેણે ટાઈપ કર્યું છે. એટલે કે આ લેટરકાંડમાં આ યુવતી નિર્દોષ છે, છતાં પોલીસે તેને આરોપી બનાવીને ખુલ્લા મોઢે તેનું સરસ કાઢયું. કૉંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ જેની હુમ્મરે આ કેસમાં આરોપી બનાવાયેલી પાટીદાર યુવતી સામે જેલમાં મુલાકાત કરી હતી. આ કેસમાં જેની ઠુમ્મરે પોલીસની કામગીરી વખાલી પણ સાથે જ કટાક્ષમા કહ્યું કે ડ્રગ્સ, દારૂ અને ભૂમાફિયાઓ સામે પણ અમરેલી પોલીસ આટલી જ સક્રિયતા દાખવે. આરોપી પુવતીને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખુલ્લા મોઢે મીડિયા સામે રજૂ કરવાના મામલે ઠુમ્મરે ભાજપના ધારાસભ્ય અને સાંસદ સામે પ્રહાર કર્યાં. તો અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ કહ્યું કે કોંગ્રેસ સમાજના નામે રાજનીતિ કરી રહી છે. આ મામલે પોલીસ તેનું કામ કરી રહી છે. અમરેલીમાં બોગસ લેટરકાંડમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર રોપે ભરાયો છે. સુરત શહેરમાં પાટીદાર સમાજના આગેવાનીએ રોષ વ્યક્ત કર્યો હતો અને અઠવાલાઈન્સ ખાતે કક્લેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. પાટીદાર સમાજે ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું કે ભાજપના ઈશારે દીકરીનું સરથસ કાઢવામાં આવ્યું છે. સરથસ કાઢનાર અધિકારીઓ સામે પણ કાયદાસરની < કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. આગામી સમયમાં દીકરીને ન્યાય ન મળે તો ગાંધી ચિંપ્પા માર્ગે આંદોલન કરવાની પાટીદાર સમાજે ચીમકી ઉચ્ચારી છે. આ સમગ્ર મામલે સાવરકુંડલાના ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું સમાજ અને પક્ષના આગેવાનો દીકરીના પરિવારના સંપર્કમાં છે. બે દિવસ પહેલા જીમીન મુકાયા ત્યારે અમે વડીલને બહેનના હિતમાં જામીન મૂકવા કહ્યું હતું. ગેરસમજના કારણે તમામ આરોપીના જામીન મુકાયા હતા અને કોર્ટે જામીન ન આપ્યા. ફરી દીકરીના જામીન મૂકવામાં આવ્યા છે અને તેને જામીન મળે તે દિશામાં અમે પણ પ્રયાસ કરીએ છીએ. આ ઉપરાંત કૌશિક વેકરીયા અને દીકરી બંને પાટીદાર સમાજના છે ત્યારે પાટીદાર સમાજ વચ્ચે ફાંટા પડાવવાની રાજનીતિથી દૂર એવા અપીલ કરી હતી. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના નકલી લેટરકાંડ મામલે મામલે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કરિયાદી પક્ષના કિશોરભાઈ અને કૌશિકભાઈ સાથે વાર્તાલાપ કર્યો છે. તેમજ દીકરીને જમીન મળે અને ફરિયાદી તરીકે દૂર થાય તેવી વાત કરી છે. ખોડલધામ ટ્રસ્ટ હારા દીકરીને ન્યાય મળે અને જામીન મંજૂર થાય તે અંગે ખોડલધામ પીડિતા સાથે છે. આ દીકરીનું નામ હરિયાદમાંથી દૂર થાય તે અંગે ખોડલધામ સાથે છે.