જુનો સ્ટાફ કાટમાળના ભાવે, નવો સ્ટાફ ચાંદીના ભાવે, પગારમાં વિસંગતતા?


ગાંધીનગર
GJ-18 મહાનગરપાલિકા દ્વારા હમણાં આઉટસોર્સિંગ થી ભરતી કરી છે, ત્યારે આઉટસોર્સિંગમાં ફાયર શાખામાં વગર આગે આગ લાગી ગઈ છે, જેમાં જુનો સ્ટાફ કાટમાળમાં ફેરવાઈ ગયો હોય તેમ તેનો પગાર ઓછો અને નવી ભરતીમાં આવ્યા તેનો પગાર વધુ, ત્યારે જુના નો પગાર ૧૬, ૨૦૦ અને નવાનો પગાર ૧૯,૫૦૦ એટલે કે ૩,૩૦૦નો ડિફરન્સ થાય, ત્યારે આવું કેવું? જે સિનિયરો છે જે ૧૦ થી ૧૫ વર્ષથી સેવા આપે છે તેનો પગાર વધારે હોવો જોઈએ અને અહીંયા નવા ને જલસા પડી ગયા જેવો ઘાટ સર્જાયો છે. મનપા દ્વારા હજુ નવી ભરતી કરી અને જુમ્મા જુમ્મા હજુ પગાર < > હજુ આપ્યો નથી અને પગારમાં વિસંગતતા જેવો પાટ સર્જાયો છે. નવાજૂના સ્ટાફમાં આગનો ભડકો કરી દીધો છે, રાજકીય પાર્ટીઓમાં જેમ નવા જૂના કાર્યકરો હોય અને સિનિયરોની અવગણના થાય તેવો ઘાટ હવે મહાનગરપાલિકા ની ફાયર શાખામાં થઈ ગયો છે, છે. ત્યારે આ પ્રશ્ન જે વર્ષોથી સેવા આપે છે તેનો પગાર વધવો જોઈએ
રાજકીય પાર્ટીઓની જેમ અહીંયા સિનિયરોને ઠેબા જેવો ઘાટ, ૧૦ થી ૧૫ વર્ષથી સેવા આપનારા કર્મચારીઓને પગારમાં નવી ભરતી કરતા ૩૩૦૦ ઓછો આવું કેવું? ફાયર શાખા એટલે આગ લાગી હોય ત્યાં બુઝાવા જાય ત્યારે અહીંયા તો વગર આગે આગ લાગી અને બુજાવી હોય તો પાણી નહીં પૈસા તેમ પગાર વધારો જેવો ઘાટ,