સ્ટાફ, અરજદારો, જમવા નાસ્તો ચા ની ચૂસ્કી મારવા બહાર ટોળા દેખાતા હોય છે,
ગાંધીનગર
GJ-18 મહાનગરપાલિકા નવી કાર્યરત કચેરી થઈ ગઈ અને મેયર નોદેદારો પણ બદલાઈ ગયા, પણ કેન્ટીન નો પ્રશ્નનું સોલ્યુશન હજુ આવ્યું નથી, ત્યારે કેન્ટીન જોવા જઈએ તો બંષ હાલતમાં પડેલી છે, ત્યારે રોજબરોજ અરજદારો અહીંયા આવતા હોય છે. અને મોટાભાગનો સ્ટાફ ચૂસકી મારવા બહાર ચાની કીટલીએ જોવા મળે છે. ત્યારે મૈયરથી લઈને પક્ષના નેતા અને ચેરમેનને કેન્ટીનની ઘંટડી ગળે બાંધવા અને કહેવા જાય મહાનગરપાલિકાના ભોયતળિયે આ કેન્ટીન બનાવેલી છે, પણ શોભાના ગાંઠિયા સમાન એક વર્ષથી ખંડેર થઈ રહી છે. ત્યારે વિકાસની વાતોના વડા અને લોકોના પ્રશ્નોને વાચા આપવાની વાતો કરો છો તો પછી કર્મચારીઓ અરજદારોની પણ આવાજસુનો, બાકી ચા ની ચૂસકી મારવા ટોળેટોળા બહાર દેખાય છે. આનું કાંઈક કરો,
કેન્ટીન એક વર્ષની ખંડે પડી છે, આ ખંડેર કેન્ટીનને ચાલુ કરાવો, મીરાબેન (મેયર)ની બાજુ ભોંય તળિયે આ કેન્ટીન આવેલી છે, ચાલુ કરાવો નહીં નફો નહીં નુકસાનના ધોરણે કર્મચારીઓને અને અરજદારોને વ્યાજબી ભાવે નાસ્તો જમવાનું ચા મળે તેવું કરાવો,