ગાંધીનગર
GJ-18 ખાતે અખાત ચીજ વસ્તુઓ વેચવાવાળાઓનો રાફડો ફાટયો છે. ત્યારે મહાનગરપાલિકા વર્ષો પછી જોઈએ એવી જાગી નથી, ત્યારે જીજે ૧૮ જિલ્લા અને મહાનગરપાલિકાના નાગરિકોને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસોના ભાગરૂપે મહાનગરપાલિકાના ફુ સેફટી વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાના પરીક્ષણમાં પેથાપુરના લુંબાજી મોટાજી ગૃહઉધોગ દ્વારા ઉત્પાદિત ‘લુમ્બાજી મોટાજી સ્પેશિયલ ચણા (૫૦૦O ગ્રામ પેક) મિસબ્રાન્ડેડ જાહેર થયા છે. જેનાં પગલે આ પેઢીને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લેવામાં આવેલા આ નમૂનાને ગુજરાત રાજ્યની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તે મિસબ્રાન્ડેડ સાબિત થયો હતો. આથી તા. ૧૮/૫/૨૦૨૩ના રોજ એજ્યુડીકેટીંગ ઓફિસર અને અધિક જિલ્લા કલેકટર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ૧૧ ડિસેમ્બરે કોર્ટ દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પેઢીના તમામ જવાબદારોને દોષિત ઠેરાવી કુલ એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકાના ફુડ સેફ્ટી વિભાગની ખાથ સુરક્ષા અને ગુણવત્તા જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવ છે. વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવી કાર્યવાહીઓ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરતું રહેવાનું છે.
આજે ભેળસેળ તથા એક્સપાયરી ડેટમાં પણ ગફલા ચાલી રહ્યા છે, આ ગફલામાં વેપારીઓ સામે હજુ કડક નવા કાયદા બનાવવાની જરૂર છે, તગડો ભાવ તો પછી ચીજ વસ્તુ પણ તગડી, અને ક્વોલિટી કેમ નહીં? ત્યારે લુંબાજી મોટાજીને લાંબો અને મોટો દંડ કોર્ટે ફટકારતા નામ પ્રમાણે દંડ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે?