કોરોના બાદ માનવતા મરી પરવારી લુંટો ભાઈ લુંટો દર્દીઓને લૂંટવાના અનેક નવી તરકીબો
સહારનપુર
જિલ્લા મહિલા હોસ્પિટલમાં સિઝેરિયન દરમિયાન ભેદરકારીથી પેટમાં કપડાનો ટુકડો છુટી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિતા મીનૂને અનેક સ્થળે સારવાર બાદ પીજીઆઈ ચંડીગઢમાં દાખલ કરાવાઈ જ્યાં ઓપરેશન દરમિયાન કપડાનો ટુકડો કાઢવામાં આવ્યો. આ બેદરકારીના કારણે આંતરડામાં સડો થઈ ગયો હતો. જેથી આંતરનું કાપવું પડયું હતું. સહારનપુરમાં સિઝેરિયન દરમિયાન પેટમાં ગોઝ પીસ છૂટી ગયાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાનીત વિસ્તારના ગામ ટિકૉલના રહેવાસી સચિન વિશ્વકર્તાએ જણાવ્યું કે, તેણે ગત્ત વર્ષે પ્રરાવ માટે પત્ની મીનુને જિલ્લા મહિલા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સિઝેરિયન પ્રસવ દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે કપડાનો ટુકડો પેટમાં જ છૂટી ગયો હતો. થોડા દિવસો બાદ તેને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. તેણે અનેક ડોક્ટર્સને દેખાયું પરંતુ કોઈ જ ફાયદો થયો નહોતો. પીડિતાને સહારનપુરની એક ખાનગી હોસ્પિટલમાં એક મહિના સુધી દાખલ રાખવામાં આવી હતી. જો કે સમસ્યા શું છે તે અંગે કોઈ જ માહિતી મળી નહોતી. અનેક સ્થળોએ દેખાયા બાદ સચિને પત્ની મીનુને ગંભીર સ્થિતિમાં ૨૧ ડિસેમ્બરે પીજીઆઇ ચંડીગઢમાં દાખલ કરી હતી. જ્યાં ઓપરેશન દરમિયાન તેના પેટમાંથી કપડાનો ટુકડો કાઢવામાં આવ્યો હતો. જે કે દરમિયાન તેના આંતરડામાં રસી થઈ જવાના કારણે આંતરડું કાટી ગયું હતું. જેના કારણે તેટલો વિસ્તાર કાપવો પડયો હતો. મહિલાની સ્થિતિ હાલમાં પણ ખુબ જ ગંભીર છે. સચિને આ મામલે ફરિયાદ દાખલ કરાવવાની અને બેદરકારી દાખવનાર અને ત્યાર ભાદ તેને એક મહિનો સારવારના નામે દામલ રાખીને લૂંટનારી હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પીડિતા હકક્ષ ચંડીગઢ પીજીઆઈમાં જ સારવાર ચાલી રહી છે.
હવે લોકો સરકારી દવાખાના તરફ વળી રહ્યા છે, પ્રાઇવેટ દવાખાના હોસ્પિટલ ઉપર ભરોસો પ્રજાનો તૂટી રહ્યો છે, પૈસો ખર્ચ કર્યા બાદ પણ દુઃખી જેવી હાલત, કોરોના પછી દવાખાના હોસ્પિટલો આલિયા, માલીયા, જમાલીયાઓએ ખોલી નાખી છે, હવે ના ચાલતી હોય અને ખર્ચ કાઢવા અનેક દર્દીઓના આરોગ્ય અને શરીર સાથે ચેડા, કાંઈ ન હોય તો ડરાવીને આમ થશે, તેમ થશે, કરીને લૂંટ, સીઝેરીયન, સાંધાનો ઓપરેશન, કાઉન્ટ ઘટી જવાથી લઈને અનેક તરકીબો હવે હાડકાના ડોક્ટરો પર નાના મોટુ વાગ્યું હોય તો, પાટાપિંડી કરીને પાંચથી દસ હજારમાં સુવડાવી દે છે,