હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન અને રૂ.૬પ૧ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, રાણીપમાં જાહેર સભા સંબોધશે
ગાંધીનગર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૦ દિવસમાં બીજીવાર એટલે કે ૨૩ જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જ્યાં રહેઝ ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક મેળાના ઉદ્ઘાટન બાદ રૂપિયા ₹૫૧ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે બાદ રાણીપમાં જાહેરસભાને સંબોધશે. કેન્દ્રીય ગૃહ મંત્રી ગુરુવારે અમદાવાદ આવી રહ્યાં છે. સવારે અમદાવાદના સ્મ્રુઝ ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે ૪.૩૦ વાગ્યે રૂ. ૬૫૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. શહેરના રાણીપ વિસ્તારમાં સરદાર ચોક ખાતે જંગી જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ક્રિકેટ બોક્સ સોલા સીમ્સ બ્રિજ નીચે બનાવવામાં આવ્યું છે.
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના પાણી, રોડ, બ્રિજ સહિતનાં પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા રૂ. ૫૭૦ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આગામી ૨૩ જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ. ૫૨૯.૯૪ કરોડના પ્રજાલક્ષી ૨૫ કામો છે. સિમ્સ બ્રિજ નીચે રમતગમત સંકુલ, જોષપુરમાં વેજલપુર ટીપી સ્કીમ નં.૪માં નવો કોમ્યુનિટી હોલ, સાબરમતી ચેનપૂર અંડરપાસ, મક્તમપુરા વોર્ડમાં કોમ્યુનીટી હોલ તથા પાર્ટી પ્લોટ, બોડકદેવ માનસી સર્કલ પાસે વેજીટેબલ માર્કેટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પ્રબોધ રાવળ બ્રિજથી કાળી ગરનાળા સુધીના આરસીસી ટ્રેનેજ બોક્સની કામગીરી, રાણીપ વિસ્તારમાં નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવા, બલોલનગરમાં ઓવરહેડ ટાંકી, નિરમા યુનિવર્સિટી પાસે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, રાણીપ બસ સ્ટેન્ડ પાસે ઓવરહેડ ટાંકી, દક્ષિણ પશ્ચિમ ઝોનના જુદા જુદા તળાવનું ઈન્ટર લીંકીંગ, મક્તમપુરામાં પાણીની ટાંકી, સરખેજ વોર્ડમાં ફુડ કોર્ટ, વેજલપુર વોર્ડમાં ફીઝીયો ઘેરાપી સેન્ટર અને સરખેજ વોર્ડમાં વુમેન હોસ્ટેલના કામના ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવશે.