PM મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે

Spread the love

ટ્રમ્પ-મોદી વચ્ચે ફોન પર વાતચીત, ઈમિગ્રેશન મુદ્દા અને હથિયાર ડીલ પર ચર્ચા

ગાંધીનગર

પીએમ નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે. પીટીઆઈએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટાંકીને આ દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજી વખત અમેરિકામાં સત્તા સંભાળ્યા પછી પીએમ મોદીની આ પહેલી અમેરિકા મુલાકાત હશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડાથી જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પરત ફરતી વખતે એરફોર્સ વનમાં મીડિયાને આ વાત કહી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના સંબંધો ખૂબ સારા રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ધણા વૈશ્વિક મંચો પર પણ આ જોવા મળ્યું હતું.ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં મીડિયાને કહ્યું, ‘આજે (સોમવારે) સવારે મારી તેમની સાથે લાંબી વાતચીત થઈ. ‘ તેઓ આવતા મહિને સંભવતઃ ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવવાના છે. ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. રાષ્ટ્રપતિ સવારે પીએમ મોદી સાથે થયેલા ફોન કોલ પર એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. સોમવારે વડાપ્રધાન મોદી સાથેની તેમની ફોન વાતચીત વિશે પૂછવામાં આવતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, ×(મોદી સાથેની ફોન વાતચીત દરમિયાન) બધા વિષયો પર ચર્ચા થઈ. રાષ્ટ્રપતિ તરીકેના તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પનો છેલ્લો વિદેશ પ્રવાસ ભારતનો હતો. ટ્રમ્પ અને મોદી વચ્ચે સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંનેએ સપ્ટેમ્બર ૨૦૧૯માં હ્યુસ્ટનમાં અને ફેબ્રુઆરી ૨૦૨૦માં અમદાવાદમાં બે અલગ અલગ રેલીઓમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતા. નવેમ્બર ૨૦૨૪માં ટ્રમ્પની ચૂંટણીમાં જંગી જીત બાદ તેમની સાથે વાત કરનારા ટોચના ત્રણ વૈશ્વિક નેતાઓમાં મોદીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *