AMTSનું સને ૨૦૨૫-૨૬ના વર્ષનું રૂા.૭૦૫.૦૦ માત્ર ખાનગી બસો ચલાવવાના કોન્ટ્રાકટ ધરાવતાં ભાજપના કરોડની માતબર રકમનું બજેટ માત્ર ને નેતાઓના લાભાર્થે મંજુર કરતું ભાજપ

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં એ.એમ.ટી.એસ.નું સને ૨૦૨૫-૨૬ના વર્ષનું કુલ રૂા.૭૦૫.૦૦ કરોડનું ડ્રાફટ અંદાજપત્ર રજુ કરવામાં આવેલ એ.એમ.ટી.એસનું તંત્ર દિનપ્રતિદિન વધારે ખોટના ખાડામાં જતું જાય છે હાલ ચાલુ વર્ષનું કુલ દેવું રૂા.૪૭૧૦.૦૦ કરોડ બનવા પામેલ છે. હાલ કુલ ૧૧૭૨ બસો પૈકી ૧૦૪૭ બસો ખાનગી કોન્ટ્રટકટરોની અને માત્ર ૧૧૮ બસો એ.એમ.ટી.એસ.ની માલીકીની છે. બાકીની બસો મેઈન્ટેનન્સના અભાવે બંધ પડી રહે છે. ભાજપાના આગેવાનો દ્વારા બસઓપરેટરોને જે છાવરે છે ક્યાં સુધી ભાજપ તેમના મળતીયાને સાચવશે? તે સમજાતું નથી એ.એમ.ટી.એસ.ની બસોના ખાનગી ઓપરેટરોની બસોના ડ્રાઇવરો દ્વારા જે અકસ્માતો થાય છે તે ખાનગી ઓપરેટરો સત્તાધારી ભાજપના મળતીયાઓ છે જેને કારણે તેઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને અકસ્માતગ્રસ્તને કોઈ વળતર પણ ચૂકવવાની ફરજ પણ પાડવામાં આવતી નથી તેમજ એ.એમ.ટી.એસ.માં ખાનગી બસ ઓપરેટરોને બસો ચલાવવા બાબતે કોન્ટ્રાકટ આપેલ છે તે બસોના ધણા ડ્રાઈવરો શિખાઉ અથવા લાયસન્સ ધરાવતાં નથી ચાલુ બસે મોબાઈલ પર વાતો કરતાં હોય છે દારૂ પીને બસો ચલાવતાં હોય છે. જેથી વધુ સ્પીડમાં ડ્રાઇવર દ્વારા કંટ્રોલ ના થતો હોઈ અકસ્માત કરી બેસે તેવી ઘટના અવારનવાર બનવા પામે છે બસોમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે તેમ છતાં તેઓ સામે કોઈ કડક પગલાં લેવાયા હોય તેવું ધ્યાનમાં નથી જેથી એ.એમ.ટી.એસ. ની પરિવહન સેવા સદંતર ખાડે ગયેલ છે અને રૂા. ૭૦૫ કરોડની મતબર રકમનું બજેટ માત્ર ને માત્ર સત્તાધારી ભાજપના મળતીયા ખાનગી બસઓપરેટરો ના લાભાર્થે મંજુર કરાયેલ હોય તેવું જણાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *