ગાંધીનગર
પ્રયાગરાજમાં યોજાનારા ધાર્મિક કાર્યક્રમ મહાકુંભ મેળા માટે જતા યાત્રીઓની સુવિધા માટે રાજય સરકાર દ્વારા વધારાની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. અંગે પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર માહિતી આપી છે. મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, “પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળામાં રાજ્યના વિવિધ શહેરોથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાય છે. તેમની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા વધારાની બસ સેવા શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બસો રાજ્યના વિવિધ શહેરોથી પ્રયાગરાજ માટે રવાના કરવામાં આવશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વધારાની બસ સેવા ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. અમે એવી વ્યવસ્થા કરીશું કે જેથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે.” આ નિર્ણય જો લેવાશે તો રાજ્યના શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર છવાઈ જશે.
ગૃહવિભાગની બેટિંગ બાદ ST નિગમમાં ફિલ્ડીંગ અને સફળતા પણ, ત્યારબાદ હવે સપોર્ટસનો વારો કાઢશે ખરા, દાદા, ભત્રીજાની જોડીએ ગુજરાતમાં મહાકુંભ સુધી શરુ કરેલી ST વિભાગની બસોની ભારે ચર્ચા, પ્રથમ પસંદગી મુસાફરોની બની, સલામત સવારી, ST અમારી,
