ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં A.1. ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિક ટેક તરીકે ઉભરી આવશે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ગિફ્ટ સિટીમાં Al. સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જૂન-૨૦૨૪માં થયેલા MOUની ફળ શ્રુતિ રૂપે આ સેન્ટર કાર્યરત થયું છે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને ચેટ બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોના સફળ પાયલોટ પ્રોજેકટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે. માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સાઉથ એશિયાના CEO ડૉ. રોહિણી શ્રીવત્સએ જણાવ્યુ કે, ગુજરાત સહિત દેશભરના ઉદ્યોગો અને ખાસ કરીને સ્ટાર્ટઅપ્સના વિવિધ રિયલ પ્રોબ્લમ્સને છેં આધારિત રિયલ ટાઈમ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે આજે સેન્ટર ઓફ એક્સલન્સ સાથે જ ઈનોવેશન ચેલેન્જનો શુભારંભથયો છે. નાસકોમના કો-ફાઉન્ડર અને માસ્ટેકના ચેરમેન શ્રી અશાંક દેસાઈએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર ટેક્નોલોજી નથી પરંતુ વાઈડ સ્પ્રેડઈકોનોમી માટે ટ્રાન્સફોર્મેટીવ ફોર્સ છે. Al ખૂબ જૂની ટેક્નોલોજી છે, પરંતુ છેલ્લા ૫ થી ૬ વર્ષોમાં કોમ્પ્યુટીંગ પાવર અને આધુનિક સોફ્ટવેર થકી તેનો વ્યાપક પ્રસાર થયો છે. કાર્યક્રમના પ્રારંભે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધારે સૌનું શાબ્દિક સ્વાગત કરતા “AI સેન્ટર ઓફ એક્સલન્સ”ની પહેલને સફળ બનાવવા માટે દરેક સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટાર્ટ અપ દ્વારા છે. અંતર્ગત હેલ્થકેર ક્ષેત્રે દર્દીઓને મેડીકલ આસિસ્ટન્સ મળી રહે, અનાજની યોગ્ય ગુણવત્તા ચકાસવા, નાણાકીય સુવિધાઓના ભવિષ્યનું ઘડતર, સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ માટે સીમલેસ ડિજિટલ પેમેન્ટ જેવા વિષયો પર પ્રેઝેનટેશન આ ઉદઘાટન સમારોહમાં આપવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ હેલ્થ અને અગ્રીકલ્ચર સેક્ટરમાં A.I. એડોપ્શનના એક્સપિરિયન્સ ઝોનની મુલાકાત લીધી હતી. આ સમારોહમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યુગમાં Alનો ઉપયોગ, ઈનોવૈશન સ્પોટલાઇટમાં ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ માટે AI ચેટબોટ તથા સ્ટાર્ટ અપ, ઈન્ડસ્ટ્રી અને એકેડેમીઆ માટે છેં ઇકોસિસ્ટમ જેવા વિવિધ વિષયો પર ચર્ચા-પરામર્શ થયા હતા. ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તુષાર ભટ્ટ, સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી લલિત નારાયણ સંધુ ઉપરાંત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
