બાનાખત પહેલા મિલ્કતની કુલ કિંમતના 10 ટકાથી વધુ રકમ ગ્રાહક પાસેથી વસૂલનાર બિલ્ડરને રૂ.50 હજારનો દંડ ફટકારતું રેરા

Spread the love

અમદાવાદ

વડોદરા શહેરના ગોત્રી ખાતે મધુરસ આઇકોન નામની સ્કીમ મૂકીને તેમાં ખરીદનાર ગ્રાહક પાસેથી મિલકતની કુલ કિંમતના 10 ટકાથી વધુ રકમ વસૂલ કરી દેવાના કેસમાં ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી દ્વારા વડોદરાના પ્રહાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જવાબદારી ઠેરવીને ગ્રાહકનો રૂ. 50 હજારનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રેરા એકટની કલમ 13(1)ની જોગવાઇઓ બદલ બાનાખત કરી આપતા પહેલા દસ ટકાથી વધુ રકમ લઇ શકાતી નથી. તેમ છતાં ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં આવતા રેરાએ ગંભીર નોંધ લઇને બિલ્ડરને દંડ ફટકાર્યો હતો. કેસની વિગતો મુજબ વડોદરાના સુભાનરપુરા ખાતે સમૃધ્ધિ ટેનામેન્ટમાં રહેતા અને ડેન્ટલ ક્લિનીક ચલાવતા એકતા મૌલિક પંડ્યાએ ઉપરોક્ત સ્કીમમાં પોતાનું ક્લિનિક ચલાવવા માટે મિલકત બુક કરાવી હતી અને તેનું પેમેન્ટ આપ્યું હતું. આ સ્કીમમાં યુનિટ નંબર 504 ની ખરીદવા પેટે 7 ઓગષ્ટ, 2019ના રોજ બાનાખત કર્યો હતો. જ્યારે 2 નવેમ્બર, 2021ના રોજ રજીસ્ટર્ડ દસ્તાવેજ તેમના અને તેમના પતિ મૌલિક વિનાયક પંડ્યાના નામે કર્યો હતો. જો કે તેઓએ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે, હકીકતમાં કબજો 20 માર્ચ, 2020ના રોજ આપવાનો હતો પરંતુ બિલ્ડરે વિલંબથી કબજો આપીને રેરાની જોગવાઇઓનો ભંગ કર્યો હોવાથી તેઓને મિલકતની તિમ અને ચક્રવૃધ્ધિ વ્યાજ સહિત રૂ.1,08 કરોડનું રીફંડ આપવું જોઇએ અરજદાર દ્વારા વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેમના યુનિટમાં હલકી ગુણવત્તાનો ડોર નાખ્યો છે. ડ્રેનેજનો કોમન લાઇન યોગ્ય આપેલી નથી. પાણી લિકેજ થવાથી તેમનું ઇન્ટીરીયર અને ફર્નિચર ખરાબ થઇ ગયું છે. દિવોલોમાં તિરાડો હોવાથી રૂ. 15 લાખનું વળતર આપવું જોઇએ. આથી રેરા દ્વારા બિલ્ડરને નોટીસ કાઢવામાં આવતા તેના તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે અરજદારે આ જ પ્રકારની અરજી ગ્રાહક કોર્ટમાં કરી છે. તેમની રેપ્યુટેશન ખરાબ થાય તેવા બદનક્ષીભર્યા શબ્દોનો ઉપયોગ કરીને પૈસા પડાવવા માટે ફરિયાદ કરી છે. તેઓને વોટર પ્રુફીંગ કરી આપવામાં આવ્યું છે. બન્ને પક્ષોની રજૂઆતો અને જવાબો ધ્યાનમાં લીધા બાદ એક બાબત સામે આવી હતી અને અરજદાર દ્વારા પણ તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો કે,વેચાણ દસ્તાવેજ મુજબ યુનિટની કુલ કિંમત રૂ30 લાખ જણાવી છે. પરંતુ બાનાખાત પહેલા નિયમ પ્રમાણે બિલ્ડર રૂ.૩ લાખ લઇ શકે પરંતુ તેણે રૂ. 3.18 લાખ વસૂલ કર્યા છે. આથી રેરાની કલમ 13(1)નો ભંગ કર્યો છે. આથી રૂ. 18 હજાર વધુ સ્વિકારવા બાબતે પણ બિલ્ડરે ઇનકાર કર્યો નથી. આ બાબતે રેરાએ જણાવ્યું હતું કે, બિલ્ડર કાયદાનો ભંગ કરવા બદલ જવાબદાર છે. બીજી બાજુ દસ્તાવેજ અને કબજો સમયસર આપવામાં બિલ્ડર દ્વારા કોઇ કસૂર કરવામાં આવ્યો નથી તેવું રાએ ઠરાવ્યું હતું. કારણ કે 1 નવેમ્બર, 2021ના રોજ કબજો મેળવેલો હતો અને તે પછીને દિવસે દસ્તાવેજ કરાયો હતો. મિલકતની કબજા પાવતી ઉપર પણ ખરીદનારે સહિ કરી છે. આમ ફરિયાદી મિલકતનો કબજો લેવા માટે ખુશી હોવાથી રિફંડનો આદેશ કરી શકાય નહી. ખુફર્નિચરમાં નુકસાનના વળતરની માગણી રેરાના એડજ્યુડીકેટીંગ ઓફિસર સમક્ષ કરવાની હોય છે. આથી તે દાદ હાલમાં સ્વિકારવા પાત્ર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *