વડોદરા
વડોદરામાં મરી પરવારી પોલીસની માનવતા… ફરિયાદ કરવા આવેલા વૃદ્ધાને કલાકો સુધી બેસાડી રાખ્યા.. પુત્ર અને પુત્રવધુ માર મારતાની ફરિયાદ કરવા આવેલા વૃદ્ધાની ફરિયાદ પણ ન લીધી.. વડોદરા પોલીસની માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશને વૃદ્ધાને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. આ વૃદ્ધા પુત્ર અને પુત્રવધુએ માર માર્યાની ફરિયાદ કરવા આવ્યા હતા. પરંતું ઈજાગ્રસ્ત વૃદ્ધાને બેસાડી રાખ્યા બાદ પોલીસે ફરિયાદ ન લીધી. વૃદ્ધ મહિલાની વેદના સામે પોલીસ નિષ્ઠુર બની હતી. મદદની આશાએ આવેલા વૃદ્ધાને મદદ ન મળતા પાછા ફરવું પડ્યું હતું. ઘટનાની વિગતો પ્રમાણે વડોદરાની હરિદર્શન સોસાયટીમાં રહેતા વૃદ્ધા સુરજબેન છતરસિંગને પુત્ર અને પુત્રવધુએ માર માર્યો. વૃદ્ધાના શૌચાલયનો દરવાજો પણ પુત્ર અને પુત્રવધુએ તોડી નાખ્યો. સમર નામનો પુત્ર સગી જનેતાનો વેરી બન્યો. જેણે વૃદ્ધાને માથામાં ટાઈલ્સ મારી ઈજા પહોંચાડી છે. જેની ફરિયાદ કરવા વૃદ્ધા પોલીસ સ્ટેશન આવ્યા હતા.
મિલકત પચાવી પાડવા માટે દીકરો અને વહુ ત્રાસ આપતા હોવાનું વૃદ્ધાનું નિવેદન છે. પૌત્ર અને પૌત્રી પણ માર મારતા હોવાનું વૃદ્ધાએ કહ્યું છે. ગઈકાલે જ્યારે વૃદ્ધા રજૂઆત કરવા ગયા તેમનું નિવેદન નહોતું લેવામાં આવ્યું. ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની પોલીસને જરા પણ દયા આવી ન હતી. કલાકો સુધી મદદની આશાએ બેઠેલી વૃદ્ધાને મદદ ન મળતા વિલા મોઢે પાછી ફર્યા હતા. પરંતું આજે મીડિયામાં અહેવાલો આવ્યા બાદ પોલીસે વૃદ્ધાની મુલાકાત લીધી અને તેનું નિવેદન લીધું. મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પોલીસની માનવતા જાગી હતી અને વૃદ્ધાને મળી પોલીસે નિવેદન લીધું હતું. વૃદ્ધાએ કહ્યું કે, વૃદ્ધાના શૌચાલયનો દરવાજો પણ પુત્ર અને પુત્રવધૂએ તોડી નાંખ્યો છે. પુત્ર અને પુત્રવધૂના છોકરા છોકરીએ પણ વૃદ્ધાને માર માર્યો છે. સમર નામના પૌત્ર અને રાજવી નામની પૌત્રીએ તેમને ટાઇલ્સ મારી હતી. વૃદ્ધાના માથામાં ટાઇલ્સ મારી ઈજા પણ પહોંચાડી છે. ઘરમાં પુત્રવધૂએ પથ્થર પણ માર્યા હતા. મિલકત પચાવી પાડવા માટે અસહ્ય ત્રાસ આપતા હોવાનું વૃદ્ધાનું નિવેદન છે.