અમદાવાદ
રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એએમસીની ટીમ અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી. નોબલનગરમાં આવેલા કોમ્પલેક્ષની ૨૫થી ૩૦ દુકાનો પાડી પાડવામાં આવી હતી. વેપારીઓને દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહતો. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું મળતી માહિતી અનુસાર, નરોડાના નોબલનગરમાં આવેલા કોમ્પલેક્ષની ૨૫થી ૩૦ દુકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી હતી.જેને લઈને દુકાનદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ અરજીનો જવાબ આવે તે પહેલા જ એએમસીની ટીમે પોલીસની હાજરીમાં દુકાનો તોડી પાડી હતી. દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહતો, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.