“હું એકદમ રેડી છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી:માયાભાઈ આહીરની તબિયતમાં સુધારો

Spread the love

 

અમદાવાદ

માયાભાઈ આહીરના ચાહકો માટે સારા સમચાર છે. તેમની તબિયતમાં સુધારો આવ્યો છે, તેમનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હું રેડી છું. કડી તાલુકાના ઝુલાસણ ગામે સૌમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોનો લોક ડાયરા યોજાયો હતો. જેમાં અચાનક જ ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરની તબિયત લથડતા તેઓને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.માયાભાઈની તબિયતમાં સુધારો આવ્યો હોય તેવો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, ‘જય સિયારામ આપડે એકદમ રેડી છીયે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી’. કડી તાલુકાના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો.પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે.

જૈ દરમિયાન રવિવારે અનેસોમવારે ભવ્ય લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. જ્યાં માયાભાઈ આહીરની તબિયત ડાયરા પહેલાં જ લથડતા આયોજકો દ્વારા પ્રોગ્રામ કરવાની ના પાડવામાં આવી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતી ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાલુ ડાયરામાં તેઓએ કહ્યું હતું કે, મારી તબિયત જિંદગીમાં પહેલીવાર બગડી છે જે માટે આપ બધાની માફી માગુછું. મારો કોઈ જ એવો ઇરાદો નથી કે હું અહીંયાથી નીકળી શકું, હું અહીંયાથી આપ બધાને અને દાતાઓને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. તમામ વડીલોને પ્રણામ કરું છું. અહીંયા આગળ હવે રાસ ગરબા બધા રમજો અને તમામની હું ક્ષમા માગું છું, આઈ એમ વૈરી વેરી સોરી, મને ક્ષમા કરજો.

ઝુલાસણ ગામે આવેલી અનુપમ પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થતા ગ્રામજનો તેમજ ઝુલાસણ ગામના વિદેશમાં વસતા લોકો દ્વારા કરોડોના ખર્ચે અનુપમ પ્રાથમિક શાળાનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. જયાં (૧૧/૨/૨૦૨૫) સાધુ સંતો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડીડોર અને ગ્રામજનો તેમજ દાતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવાનો છે. જે અંતર્ગત રવિવારે સોનુ ચારણની ઉપસ્થિતિમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સોમવારે રાત્રે રંગ કસુંબલ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com