નારણપુરા ખાતે ૨૧ એકરથી વધુ વિસ્તાર પર ૭૦૦ કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર
૭૦૦ કરોડથી વધુના ખર્ચે બનેલું આ કોમ્પ્લેક્સ ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ સાથે સુશોભિત
નારણપુરા
ભારતમાં ૨૦૩૮ના ઓલિમ્પિક રમતો યોજવાની સંભાવના વધતી જાય છે, અને અમદાવાદને ઓલિમ્પિક હબ બનાવવાના પ્રયાસો સરકાર દ્વારા જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે, નારણપુરા ખાતે ૨૧ એકરથી વધુ વિસ્તાર પર ગુજરાતનું સૌથી મોટું અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૭૦૦ કરોડથી વધુના ખર્ચે બનેલું આ કોમ્પ્લેક્સ ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ સાથે સુશોભિત કેન્દ્ર અને રાજ્ય સરકારના રમતગમત વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને અંજામ આપવામાં આવ્યો છે. ઈન્ડોર સ્પોર્ટ્સ એરેનામાં ઓલિમ્પિક જેવા ઇવેન્ટ્રસ યોજી શકાય એવી સુવિધાઓ આપવામાં આવી છે. બ્લોક અનેઝ વચ્ચે વિશેષ સેનિટાઇઝડ પેસેજ ઉમેરવામાં આવ્યો છે, જેથી ખેલાડીઓ માટે વધુ સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ ઊભું કરી શકાય. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન આગામી માર્ચ મહિનામાં કરવામાં આવશે, અને ગુજરાતમાં રમતગમત માટે એક નવાં યુગની શરૂઆત થશે. ૩ વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરામાં વિશ્વકલાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા નિર્ણય લેવાયો હતો. શરૂઆતમાં ૭૨, ૫૦૦ ચો.મી. વિસ્તારમાં આ પ્રોજેકટની યોજના હતી, પરંતુ પ્લોટના વિસ્તાર અને સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો, અને હવે ૮૨, ૫૦૭ ચૌ.મી.માં આ ભવ્ય કોમ્પ્લેક્સ તૈયાર છે. સુવિધાઓ વિષે જાણકારી આપીએ જેમાં ઓલિમ્પિક લેવલનું એક્વાટિક કોમ્પ્લેક્સ, મલ્ટી-સ્પોર્ટ્સ ઈન્ડોર એરેના, ફિટ ઇન્ડિયા ઝોન, પ્રોફેશનલ ખેલાડીઓ માટે સેન્ટર કોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, આઉટડોર રમતગમત માટે વિશાળ મૈદાન અને ટ્રેક અને ટૂ-વ્હીલર માટે ૮૫૦ અને ફોર-વ્હીલર માટે ૮૦૦ વાહનોની પાર્કિંગ વ્યવસ્થાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર, ટર્ન-કી પ્રોજેક્ટ તરીકે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડેવલપ કરવામાં આવ્યું છે. તેમાં ખેલાડીઓ માટે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક સિક્યુરિટી સિસ્ટમ્સ, અને ટૂ-વે એન્ટ્રી એક્સેસ આપવામાં આવ્યો છે. ૯૫% કામ પૂરું થઈ ગયું છે અને આગામી મહિનાઓમાં કોમ્પ્લેક્સ કાર્યરત થઈ જશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફક્ત એક રમતગમત કેન્દ્ર નથી, પણ ગુજરાત અને ભારત માટે એક મોટું સપનું સાકાર થવા તરફનો પ્રયાસ છે. ઓલિમ્પિક રમતો માટે ગુજરાત અને ભારતનું દાવેદારી મજબૂત કરવામાં આ કોમ્પ્લેક્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ભવ્ય કોમ્પ્લેક્સ માટે ટોચના ખેલાડીઓ અને ટુનર્નામેન્ટ્સની તૈયારી પણ શરૂ થઈ રહી છે, જે ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતનું કેન્દ્ર બનાવવામાં સહાય કરશે.