આગામી સમયમાં દબાણ ઝૂંબેશ વેગવાન બનશે, તમામ પ્રકારનાં દબાણો દૂર થશે, ડે.કમિશ્નર
ગાંધીનગર
ગાંધીનગર શહેરમાં સરકારી જમીન પર ઉભા થઈ ગયેલા દબાણો સામે મહાનગરપાલિકાની આગેવાનીમાં ચાલી રહેલી દબાણ ઝુંબેશથી દબાણકારોમાં ફફડાય વ્યાપી ગયો છે ત્યારે આગામી દિવસોમાં પણ વધુ આક્રમક રીતે ઝુંબેશ ચાલું રાખવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ઉત્તરાયણ બાદથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તમામ વિભાગો પણ તેમાં જોડાયા છે. એક મહિના જેટલો સમય થવા આવતાં મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાની સૂચનાથી નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.એમ. ભૌરણીયાએ રીવ્યુ બેઠક બોલાવી હતી. જેમાં અત્યારસુધી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા તેમજ આગામી સમયમાં કરવાની થતી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાટનગર યોજના વિભાગના સેક્શન ઓફિસર પણ હાજર રહ્યા હતા. સૂત્રો મુજબ હાલ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ પ્રાયોરિટી તમામ ઝુંપડપટ્ટી દૂર કરવાની છે. એકથી વધુ સમૂહમાં ઝુંપડા હટાવ્યા બાદ હાલમાં છૂટા છવાયા ઝુંપડા શોધીને દૂર કરવામાં આવી રહ્યા છે.
આ સાથે લારી-ગલ્લાના દબાણો પણ હટાવવામાં આવી રહ્યા છે. ઝુંપડપટ્ટીના દબાણો સંપૂર્ણ દૂર થયા બાદ આગામી દિવસોમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો સામે ડ્રાઈવ ચલાવવામાં આવશે. શહેરના તમામ મુખ્યમાર્ગો અને સેક્ટરો સંપૂર્ણપણે દબાણ મૂક્ત થઈ ન જાય ત્યાં સુધી આ કામગીરી ચાલું રખાશે. શહેરમાં લારી-ગલ્લાના દબાણ વારંવાર ઉભા થઈ જવાની સમસ્યાનું નિરાકરણ લાવી શકાયું નથી. સામાન્ય રીતે દબાણ હટાવ ઝુંબેશ દિવસ દરમિયાન હાય ધરાતી હોવાથી લારી-ગલ્લા દિવસે ગૂમ અને રાત્રે ગોઠવાઈ જતા હતા. જેથી મનપાએ રણનીતિ બદલીને દિવસે ઝુંપડા અને રાત્રે લારી-ગલ્લા હટાવવાની કામગીરી હાથ ધરી છે. ઈન્ફોસિટીથી રીલાયન્સ ચારરસ્તા સુધીના ડીએઆઇઆઇસીટી માર્ગ પર લારી- ગલ્લાના દબાણોની વ્યાપક સમસ્યા છે. સૌમવારે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ચૌથી વખત લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
પાકા દબાણો સામે હથોડો ક્યારે તંત્ર ઝીંકશે, ચોર-પોલીસની રમત હોય તેમ લારી ગલ્લા દબાણ હટાવોની ઝુંબેશ છે, બાકી રીઝલ્ટ જીરો છે, પાટનગર યોજના પાછળ આખી ધારાવી નવી બની ગઈ, પાકા દબાણો સૌથી વધારે છતાં ત્યાં દબાણ હટાવી શકવાનું નથી, કેમ? તંત્રનું પેન્ટ ઉતારી દે તેવા લોકોના દબાણ છે