પ્રમુખ, મંત્રી, કોઈ હોદેદાર વગરની ૨૬ વર્ષથી કાર્યરત સંસ્થામાં પાવરફુલ સમન્વય, એકતા
ગાંધીનગર
દરેક સમાજને સાથે રાખીને ચાલતા અને સૌરાષ્ટ્રમાં ડંકો અને હાંક વાગે તે આહીર સમાજ નો તેજસ્વી અભ્યાસુ એવા તારલાઓ નો ૨૪મો સન્માન સભારંભ ટાઉનહોલ ખાતે યોજાઈ ગયો, ત્યારે મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા, ત્યારે સમાજ શ્રેષ્ટિઓ દ્વારા દિપ પ્રાગટલ કર્યા બાદ ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજ/યુનિવર્સિટી લેવલે વિવિધ ડીગ્રી ડીપ્લોમા પ્રાપ્ત કરેલા ૪૩ તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ/પારિતોષિક તથા પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું. જેમાં વયનિવૃત્ત થયેલ અધિકારીશ્રીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૨૪ ભૂલકાઓએ ડાન્સ/સ્પીચ જેવી વિવિધ કૃતિઓ રજુ કરી હતી.યુવા નેતા ભીમસીભાઈ ખોડભાયા, ભાજપ કાર્યકરને મુખ્ય ભોજન દાતા તરીકે તથા વિવિધ અગ્રણીઓને બુકેથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જયારે તેજસ્વી તારલાઓના શિલ્ડની સ્પોન્સરશીપ
નીતિનભાઈ ભાટીયા અને સાંસ્કૃતિક કાર્યક્રમના ઈનામોની સ્પોનરશીપ રણધીરભાઈ મ્યાત્રાએ જાહેર કરી હતી. આ પ્રસંગે સમાજના વિવિષ આગેવાનોએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં આહીર સમાજની પ્રગતિ અને પ્રતિભાઓને બિરદાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણપર ભાર મુક્યો હતો. સમારોહના અંતે નાના ભૂલકાઓ દ્વારા સામુહીક ડાન્સ રજુ કરવામાં આવતાં સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. આ તમામ બાળકોને ગીફ્ટ આપીને બિરદાવવામાં આવ્યા હતાં. રાત્રીના ભોજન સમારોહ બાદ સૌરાષ્ટ્રના લોક સાહિત્યકાર શ્રી અનુભા ગઢવી તથા લોકગાયક ભાવેશભાઈ આહીર દ્વારા લોકડાયરો રજુ કરીને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી. ૨ સમારોહને સફળ બનાવવા માટે ટીમ ૨ લીડર ભરતભાઈ ઝાલા તથા જેન્તીભાઈ આંબલિયા, પરબતભાઈ કુવા, પરબતભાઈ પોસ્તરીયા, ભાવેશભાઈ કલસરીયા, ડો. ધર્મેશ નકુમએ જહેમત ઉઠાવી હતી.