ગાંધીનગર
ગાંધીનગરના સેક્ટર-૮માં ડ્રેનેજ લાઇન નાંખ્યા બાદ યોગ્ય રીતે માટી પુરાણ નહી કરવામાં આવતા એક વ્યક્તિ પોતાની દિકરીને ડિલેવરી માટે લઈ જતી વખતે ગાડી તેમાં ખૂંપી જવા પામી હતી. જોકે સમય સૂચકતા વાપરતા મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી. પરંતુ સેક્ટર-૮માં ડ્રેનેજ લાઈન નાંખવામાં રીંગ રોડ ઉપર યોગ્ય રીતે પાણી નાંખીને માટીનું પુરાણ કરવામાં નહી આવતા રીંગ રોડ બેસી જવા પામ્યો છે. ઉપરાંત ઠેર ઠેર ભુવા પડતા કોઈ મોટી જાનહાની સર્જાય પછી જ તંત્ર દ્વારા પગલાં લેવાશે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.
રાજયના પાટનગરને સ્માર્ટસીટી બનાવવા માટે મનપા અને પાટનગર યોજના વિભાગના સંયુક્ત રીતે નવા સેક્ટરોમાં ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે ટ્રેનેજ લાઈન નાંખવામાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરીમાં લાલિયાવાડી દાખવવામાં આવતા ભર શિયાળામાં નગરના સેક્ટર-૮ના રીંગરોડ ઉપર ઠેર ઠેર ભુવાએ સામ્રાજય સ્થાપતા સેક્ટરવાસીઓને વાહન લઈને ઘરની બહાર નિકળતા ડર લાગી રહ્યો છે કેમ કે સેક્ટરમાં રહેતા એક પરિવાર પોતાની દિકરીને ડિલેવરી માટે પોતાની ખાનગી ગાડીમાં લઇ જતા હતા. જોકે તેઓ રીંગરોડ ઉપરથી પસાર થતાં હતા. ત્યારે ગાડી ડ્રેનેજ લાઇન નાંખ્યા બાદ યોગ્ય રીતે માટી પુરાણ નહી કર્યું