દહેગામમાં વેપારીના આપઘાતનો મામલો: મંદિરના ટ્રસ્ટીઓએ પત્રકાર પરિષદ યોજી ઘટનાને રાજકીય રંગ ન આપવા, કાયદો, ન્યાયાલય, પોલીસ તેનું કામગીરી કરી રહી છે : કામિનીબા રાઠોડ
ગાંધીનગર
દહેગામના સૌ-મીલ ધારકના આપઘાત મામલે ગોપાલ લાલજી મંદિર ટ્રસ્ટે આજે પત્રકાર પરિષદ યોજીને આ ઘટનાને રાજકીય રંગ ન આપવા માટે અપીલ કરી છે. આ ઘટનાની પૂર્વભૂમિકામાં, મંદિરની માલિકીની જગ્યા ખાલી કરાવવાના મુદે વેપારીએ ગાંધીનગર ખાતે સુસાઈડ નોટ લખીને ઝેરી દવા પી લીધી હતી. રવિવારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દહેગામના ભૂતપૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોરે મૃતકના પરિવારની મુલાકાત લીધા બાદ મામલો રાજકીય બન્યો હતો. મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓએ સ્પષ્ટતા કરી હતી કે મંદિરને દાન સ્વરૂપે મળેલી જમીન ભાડુઆત દ્વારા ખાલી ન કરવામાં આવતા ટ્રસ્ટે તેની જવાબદારી નિભાવતા આ પગલું લેવું પડયું હતું. ટ્રસ્ટે આ ઘટનાને દુ:ખદ અને કમનસીબ ગણાવી છે. તેમણે દહેગામના તમામ નાગરિકો અને વિવિધ સમાજના લોકોને આ મુદ્દાનો સુખદ ઉકેલ લાવવા માટે સહયોગની અપીલ કરી છે. પત્રકાર પરિષદમાં મંદિરના મહંત, પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, ભાજપના અગ્રણી ગુણવંતભાઈ બારોટ સહિત વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ટ્રસ્ટે મંદિરના હિતને સર્વોપરી ગણાવી, સમગ્ર નગરજનોને એકજૂથ થઈને સહકાર આપવા વિનંતી કરી છે.
દહેગામ મંદિરનો મામલો રાજકીય રંગ પકડતા પૂર્વ MLA કામિનીબા રાઠોડ મેદાને ઉતર્યા, હજુ તપાસનો વિષય અને કાયદો તેનું કામ કરી રહ્યું છે, ત્યારે રાજકીય હવા ન આવવા પણ હાંકલ કરી હતી, પોલીસ દ્વારા તપાસ ચાલુ છે, ન્યાય, કાયદો આ બધાથી ઉપર કોઈ નથી, ત્યારે દહેગામના મામલે હવે સ્થાનિક આગેવાનો પણ મંદિર ટ્રસ્ટના મામલે આગળની આવ્યા હતા.
