ગોંડલમાં મકાન ધરાશાયી થતાં એક પરિવારનાં 3 દટાયાં

Spread the love

 

ગોંડલ

ગોંડલના ગરબીચોક પાસે આવેલી સહજાનંદ સોસાયટીમાં આજે સવારે 7 વાગ્યા આસપાસ રિનોવેશન થઇ રહેલું એક મકાન અચાનક ધરાશાયી થયું હતું. એમાં પતિ-પત્ની અને માતા દટાયાં હતાં. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં પત્નીનું મોત થયું હતું અને ઇજાગ્રસ્ત પતિ તથા માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટના અંગે ગોંડલ ડિવિઝનના Dy.SP કે.જી. ઝાલાએ જણાવ્યું હતું કે બે માળના મકાનનું રિનોવેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન એકાએક મકાન તૂટી પડતાં એમાં રહેતાં સુનીલભાઈ વરધાણી, તેમનાં પત્ની ઉષાબેન વરધાણી તેમજ તેમની માતા નીતાબેન વરધાણી કાટમાળમાં દબાયાં હતાં. મકાન ધડાકાભેર તૂટી પડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, સાથે એક JCB, ક્રેન, એમ્બ્યુલન્સ સાથે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *