બોગસ બેન્ક એકાઉન્ટ ખોલવાનું નેટવર્ક ઝડપાયું, 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Spread the love

 

અમદાવાદ

સાયબર ક્રાઈમ ફ્રોડ માટે બોગસ પેઢી અને લોકોના નામે બોગસ બેન્ક ખાતા ખોલવાનું નેટવર્ક ઝડપાયુ છે. ઝોન 7 LCBએ ગેંગના 3 આરોપીની ધરપકડ કરી છે. આ ટોળકી બેન્ક એકાઉન્ટ અને સીમકાર્ડની કીટ પ્રોવાઈડ કરતા હતા. આ નેટવર્કનો માસ્ટર માઈન્ડ દુબઈ બેઠા બેઠા ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ અને બેન્ક એકાઉન્ટના કમિશનનો વેપાર ચાલતો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી ચિરાગ કડિયા, સ્નેહલ સોલંકી, મુકેશ દૈયા અને ગોપાલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બોગસ પેઢી અને લોકોના નામે બોગસ બેન્ક ખાતા ખોલાવીને તે ભાડે મેળવીને સાયબર ફ્રોડના નાણાં મેળવતા હતા. આરોપીઓ પાસેથી 53 પાસબુક, 42 ડેબિટ કાર્ડ, ચેકબૂક, 61 બેંક કિટ, પ્રિ એક્ટિવ 29 સીમકાર્ડ, સ્વાઈપ કરવાના 3 મશીન પણ મળ્યા છે. ત્યારે આ નેટવર્કનો માસ્ટર માઈન્ડ વોન્ટેડ આરોપી જૈમિન ઉર્ફે સેમ ઠક્કર દુબઈમાં બેઠા બેઠા ઓપરેટ કરી રહ્યો છે. જોકે વોન્ટેડ આરોપી સેમ ઠક્કર દ્વારા અમદાવાદમાં સ્નેહલ ઉર્ફે પિન્ટુ સોલંકી અને ચિરાગ કડિયાને નોકરી પર રાખીને બોગસ પેઢી અને બોગસ બેન્ક એકાઉન્ટ ખોલવતા હતા, એટલું જ નહીં સાયબર ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટથી ઉપાડીને દુબઈ મોકલતા હતા.

પકડાયેલા મુખ્ય આરોપી પિન્ટુ ઉર્ફે સ્નેહલ સોલંકી અત્યાર સુધી 53 કરોડ રૂપિયા ફ્રોડના નાણાં બેન્કમાંથી મેળવીને વોન્ટેડ આરોપી જૈમિન ઉર્ફે સેમ ઠક્કરને દુબઈ મોકલ્યા છે. જોકે આરોપી સ્નેહલ બેન્ક ખાતાધારકને ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવતા તેમને 10 હજાર રૂપિયા આપતો હતો અને આરોપી મુકેશ પ્રિ સિમ કાર્ડ નામે લેનાર 1200 રૂપિયામાં સિમ કાર્ડ લેતો, જે બાદ ડમી બેન્ક એકાઉન્ટ કીટએ વોન્ટેડ આરોપી જૈમિન ઉર્ફે સેમ ઠક્કરને દુબઈ મોકલતા હતા. બાદમાં આરોપી જૈમિન દ્વારા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલ ગેંગના સભ્યોને ડમી બેન્ક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા જે ફ્રોડના પૈસા બેન્ક ખાતામાં જમા થતાં જ આરોપી પીન્ટુ ઉર્ફે સ્નેહલ સોલંકી બેંકમાંથી ઉપાડી દેતા અને ઠગાઈના પૈસા હવાલા મારફતે દુબઈ જૈમિન ઠક્કર પહોંચાડતા હતા. આરોપીઓ કોલ સેન્ટર ચલાવીને શેર બજારમાં ઈન્વેસ્ટ કરી મોટું વળતર મેળવવું, ઓનલાઈન ગોલ્ડ નફો સારો કમાવો એવો વોટ્સએપ મેસેજ અને ટેલીગ્રામ ગ્રુપમાં એડ કરી લોકો સાથે ઠગાઈ પણ કરતા હતા. આરોપી ઠગાઈના પૈસાની મોટી રકમની લેવડ દેવડ માટે 7 જેટલી બોગસ પેઢી આરોપી ગોપાલ પ્રજાપતિ નામે ઉભી કરી હતી. જે બોગસ પેઢીની દેખરેખ આરોપી ચિરાગ કરતો હતો. હાલ વોન્ટેડ મુખ્ય આરોપી સેમ ઠક્કર દુબઈ બેઠા સાયબર ફ્રોડ નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. જેની સાથે અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે, જેને લઈ વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *