સુરતમાં RTI કરી ખંડણી માંગવાના કેસમાં પૂર્વ કોર્પોરેટર રંગેહાથ ઝડપાયો

Spread the love

 

સુરત

સુરતમાં RTI કરી ખંડણી માંગવાના કેસમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઇ ખંડણી માગી પૈસા પડાવવાની ઘટનામાં રંગેહાથ ઝડપાયો. SOG પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈને 3 લાખ રૂપિયા લેતા ઝડપી પાડ્યો. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસીસના સંચાલક પાસે ખંડણી માગી હતી.

પૂર્વ કોર્પોરેટરે લિયો કલાસીસના સંચાલક પાસેથી 4.50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ અનેક વખત લિયો ક્લાસીસ વિરુદ્ધ આરટીઆઈ કરી હતી. પૂર્વ કોર્પોરેટરે લિયો કલાસીસના સંચાલકને ધમકી આપી હતી કે જો તે માગ્યા મુજબ પૈસા નહીં આપે તો મનપાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાનો હતો. ધમકી આપનાર પૂર્વ કોર્પોરેટર સંચાલક પાસેથી 4.50 લાખ નહીં આપે તો ગુરુવારે ધરણા કરવાની ધમકી આપી હતી. ધરણા માટે “થિયેટર”, અને ખંડણી માટે “ટિકિટ” કોડવર્ડ વાપર્યો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. પ્રકાશ દેસાઈ દ્વારા વારંવાર કરાતી હેરાનગતિથી કંટાળીને આખરે કલાસીસના સંચાલકે પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી.

શહેરમાં કથિત પત્રકારો અને RTI એક્ટિવિસ્ટો તોડબાજી કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હાલમાં આરટીઆઈ કરી ખંડણી માંગવાના પ્રકરણમાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની એસ.ઓ.જી.એ ધરપકડ કરી પોલીસે પ્રકાશ દેસાઈને 3,00,000ની ખંડણી લેતા રંગે હાથ ઝડપ્યો. અગાઉ આપ પાર્ટીના કોર્પોરેટર રાજુ મોરડીયા અને પંકજ પટેલની અલગ-અલગ ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજુ મોરડીયા અને પંકજ પટેલે ડામર રોડનું કામ અટકાવવા ધમકી આપી પૈસા પડાવ્યા હતા. પોલીસ અસમાજિક તત્ત્વો અને બની બેઠેલા RTI એકિટવિસ્ટો અને કથિત પત્રકારો સામે ઝુંબેશ ચલાવતા અનેક ગુનેગારો સહિત મોટા માથાઓને પણ સંકજામાં લઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *