સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે:15 કિલો ડબ્બાનો ભાવ 2300એ પહોંચ્યો

Spread the love

 

સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે:

15 કિલો ડબ્બાનો ભાવ 2300એ પહોંચ્યો,

દિવાળીથી અત્યારસુધીમાં રૂ.300નો ઘટાડો;

હજુ પણ ભાવ ઘટી શકે છે

 

રાજકોટ

રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે. એના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવ છેલ્લાં ચાર વર્ષના તળિયે જોવા મળી રહ્યો છે. એક સમયે 3200 રૂપિયાથી વધુની કિંમતે વેચાતો 15 કિલો સિંગતેલનો ડબ્બો આજે 2300-2370 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યો છે.

સતત ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા 40નો ઘટાડો નોંધાયો છે. જોકે દિવાળીથી અત્યારસુધીમાં સિંગતેલના ભાવમાં 250થી 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ભાવઘટાડા પાછળનું મુખ્ય કારણ મગફળીનું મબલક ઉત્પાદન તેમજ સરકારે નાફેડની મગફળી વેચવા કાઢતાં બજારમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકો માટે રાહતના સમાચાર બન્યા છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટા ભાગે લોકો સિંગતેલ આરોગવાનું વધારે પસંદ કરે છે. સિંગતેલની ડિમાન્ડ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રહેતી હોય છે અને સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. આ વર્ષે રાજ્યમાં 50 લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એનાથી સિંગતેલના ભાવમાં સીધી અસર જોવા મળી રહી છે. 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ આજે 2300 રૂપિયા પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *